સોની ટીવી પરથી હાલમાં પ્રસારિત થઈ રહેલ લોકપ્રિય ક્વીઝ શો “કૌન બનેગા કરોડપતિ (KBC)” માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં સૌથી ઝડપી જવાબ આપીને જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરની દિકરી વૈશાલી કાનજીભાઇ ચુડાસમા નામની કોલેજ સ્ટુડેન્ટ “કૌન બનેગા કરોડપતિ” ની હોટ સીટ પર બેસવામાં સફળ થઈ છે.


 
બહાઉદીન કોલેજ, જુનાગઢમાં અભ્યાસ કરતી  વૈશાલી કાનજીભાઇ ચુડાસમા કેશોદના એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે અને કેશોદ શહેરમાંથી KBC ની હોટ સીટ સુધી પહોંચનાર સૌ પ્રથમ સ્પર્ધક બન્યા છે. તેણીએ પોતાના જ્ઞાન અને આવડતથી સારી એવી રકમ જીતીને કેશોદ શહેર તથા બહાઉદીન કોલેજ, જુનાગઢનું ગૌરવ વધારેલ છે.






મહા નાયક અમિતાભ બચ્ચન સામે `KBC’ ની હોટ સીટ પર બેસીને તેણીએ આપેલા જવાબોનો આ રસપ્રદ એપીસોડ આજે સાંજે  તારીખ ૨૬/૯/૨૦૨૩ના મંગળવારે સોની ટીવી પર પ્રસારિત થશે. વૈશાલીએ તમામ ગુજરાતીઓને રાત્રે આ શો જોવા માટે અપીલ કરી છે.