Kheada News: ચાઇનીઝ દોરીના વેચાણ પર રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં વેચાઇ રહી છે. પોલીસ નામ પૂરતી કાર્યવાહી કરીને અમુક ચાઇનીઝ દોરીનો જથ્તો ઝડપીને સંતોષ માની રહી છે. ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ ચાઈનીઝ દોરી ઘાતક સાબિત થઈ રહી છે.
સારવાર મળે પહેલા જ થયું મોત
એક તરફ ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વેંચાણ પર પ્રતિબંધ છે છતાપણ છુપીરીતે આ ઘાતક દોરાનું વેંચાણ ચાલુ છે. આ ઘાતક દોરાથી નડિયાદમાં ચાઇનીઝ દોરીથી મયુરી નામની 25 વર્ષીય યુવતિનું ગળું કપાયું હતું. નડિયાદના વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં ઘટના બની હતી. યુવતિ એક્ટિવા પર જઈ રહી હતી તે દરમિયાન ફતેપુરા રોડ વિસ્તારમાં ગોઝારી ઘટના બની હતી. ચાઇનીઝ દોરીથી યુવતિનું ગળું કપાતાં યુવતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે એ પેહલાં જ મોત થયું હતું. યુવતિના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.
ડાકોરમાં પતંગની ચાઇનીઝ દોરીથી ગળું કપાતા બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. સંઘાણા હાઈવે ઉપર એક દંપત્તિ બાઇક પર પસાર થઇ રહ્યું હતું તે દરમિયાન ચાઈનીઝ દોરી બાઈકચાલક સાગર રાજુભાઈ રાવલના ગળામાં ફસાતા તેમનું ગળું કપાતા ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેમના પત્નીનો આબાદ બચાવ થયો હતો.
સરકાર દ્વારા એક બાજુ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતા કેટલાક વેપારીઓ તેનું વેચાણ કરી રહ્યાં છે, જેના કારણે અવાર નવાર નિર્દોષ લોકો મોતને ભેટે છે.