ખેડાઃ ડાકોર ઉમરેઠ રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી. ઉમરેઠની હાઇસ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓની ગાડીને સ્કૂલેથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. સ્કુલ વેન ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતા વાહનમાં ઘુસી સ્કૂલ વેન હતી. સ્કૂલવેનમાં 15 જેટલા બાળકો સવાર હતા.
વેનમાં 15 બાળકો પૈકી ચારને ઇજાઓ તથા ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વેન ચાલકને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. સદનસીબે કોઈ જાનહાની ના થતા વાલીઓમાં હાશકારો થયો હતો.
Aanand: સુરતથી અમરેલી જતી લક્ઝરી બસે બગોદરા હાઈવે પર મારી પલટી, 30 મુસાફરો હતા સવાર
આણંદઃ સુરતથી અમરેલીના બાબરા જતી લકઝરી બસ બોરસદ પાસે એક્સપ્રેસ વે ઉપર પલ્ટી મારી હતી. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. સુરતથી બાબરા ખાતે જતી હતી લકઝરી બસ. બોરસદના બોદાલ સીમ પાસેથી પસાર થતા વાસદ બગોદરા હાઈવે પર લક્ઝરી પલ્ટી મારી હતી. જેમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. રાત્રીના 2:30 કલાકે લક્ઝરી બસ પલ્ટી મારી ગઈ હતી. જેમાં 10 જેટલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. આસોદર ચોકડી અને બોદાલ વચ્ચે પલ્ટી મારી હતી.
અમદાવાદમાં કાર ચાલકે એકનો લીધો ભોગ
સિંધુભવન રોડ પર શીલજ જતાં રસ્તા પર અકસ્માત સર્જાતા 1 યુવકનું મૃત્યુ થયું છે. કાર ચાલકની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કાર ચાલકની બેદરકારીના કારણે યુવકે જીવ ગુમાવ્યો, અમદાવાદના સિંઘુ ભવન રોડ પર કાર ચાલક હેન્ડ બ્રેક માર્યા વિના જ બહાર નીકળતાં યુવક હડફેટે આવી ગયો હતો. યુવકને ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ 304 (એ)ની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા હાલોલ રોડ પર હાઈ ટેન્શન લાઈન તુટતા આગનો બનાવ બન્યો છે. આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે. ક્રિષ્ના આશરોય કંપનીમાં આગની ઘટના ઘટી છે. ટાયર્સ, બેટરી, મોટર સાયકલના સ્પેર પાર્ટ સહિત ગેસના બાટલા આગની ઝપેટમા આવી ગયા છે. ગેસના બાટલા ફાટતા પાંચ કિમી દુર દુર સુઘી ધડાકો સંભડાયો છે. તો બીજી તરફ વડોદરા હાલોલ અને હાલોલ વડોદરા રોડ સુરક્ષાના ભાગે બંધ કરાયો છે. બે કિમીના એરીયામા જીવંત વિજ વાયર તુટી પડતા અવરજવર બંધ કરાઈ છે. હાલમાં જરોદ પોલીસનો કાફલો મુખ્ય રોડ પર ખડકી દેવાયો છે.