Kheda:   ખેડા જિલ્લા સીરપ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તોફિક હસિમ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તોફિક હસીમ નામનો આ શખ્સ એઝાન મલ્ટીલિંગ કંપનીનો માલિક છે. આ આરોપી પર આરોપ છે કે તેણે જ નશીલી સીરપ બનાવવા માટે ઇથેનોલ પુરુ પાડ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડ કરાઇ હતી.


તો વડોદરાથી ઝડપાયેલા બે આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીના કોર્ટે 10 દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા. જેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યારે કુલ ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં કિરાણા સ્ટોરના આરોપીના પિતા, 35 વર્ષીય અમિત સોઢા અને અન્ય એક 40 વર્ષીય દર્દીનો સમાવેશ થાય છે.


સિરપ કાંડનું વડોદરા નીકળ્યું કનેકશન, ખેડાના SP એ લોકોને કરી આ અપીલ


ઝેરીલા સિરપનું વડોદરા કનેકશન સામે આવ્યું છે. યોગેશ સિંધીએ વડોદરાથી સિરપ ખરીદ્યું હતું. વડોદરામાં જે વ્યક્તિ પાસેથી સિરપ ખરીદ્યું હતું તેની પણ તપાસ શરૂ છે. ખેડા એસપી રાજેશ ગઢીયાએ ઝેરીલા સિરપથી 5 લોકાનાં મોતની પુષ્ટી કરી છે. તેમણે જે પણ લોકોને આ સિરપની અસર હોય તેમને સિવિલનો સંપર્ક સાધવા અપીલ કરી હતી. કરિયાણાની દુકાન પાસેથી મળેલી સિરપની ખાલી બોટલોના સેમ્પલ FSLમા મોકલવામાં આવ્યા છે. સિરપ મોકલનારા વડોદરાના બે લોકો પર અગાઉ રાજકોટમાં ફરિયાદ નોંધાઇ ચુકી છે. કિશોર અને ઇશ્વર નામના બે વ્યક્તિઓ કરિયાણાની દુકાનમાં સિરપ વેચતા હતા. આ  કેસમાં નિતિન કોટવાણી નામના સિરપ માફીયા સહિત પાંચ સામે ગુનો પણ નોંધાયો છે...


નડિયાદ જિલ્લાના ખેડાના ગ્રામીણ વિસ્તારના ઝહરીલા સિરપકાંડનો રેલો હવે બિલોદરાથી વડોદરા સુધી પહોંચ્યો છે. પાંચ મૃતક પૈકી ચારના પીએમ વગર જ અંતિમસંસ્કાર થઈ ગયા હતા, જોકે પાંચમા મૃતક નટુભાઈ સોઢાનું‎ પોલીસે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ‎પીએમ કરાવ્યું હતું. તેના પીએમ ‎રિપોર્ટમાં મૃત્યુનું કારણ મિથાઇલ ‎આલ્કોહોલ અને પોઇઝનિંગના કારણે‎ થયું હોવાનું સ્પષ્ટ હતું, જેથી પોલીસે ઘટનાના ચોથા દિવસે નડિયાદના ત્રણ અને વડોદરાના બે મળી કુલ પાંચ શખસ સામે ગુનો નોંધ્યો છે. સિરપ કાંડના ગંભીર ઘટના મુદ્દે આખરે‎ શુક્રવારે મોડી સાંજે ફરિયાદ‎ દાખલ કરવામાં આવી હતી. આ‎ ફરિયાદમાં પ્રથમ નંબર પર ‎આરોપી તરીકે યોગેશ પારુમલ‎ સિંધી, નારાયણ ઉર્ફે કિશોર ‎સોઢા (ભાજપ પૂર્વ કોષાધ્યક્ષ), ‎ઈશ્વર સોઢા, નીતિન કોટવાણી‎ (રહે. વડોદરા) અને ભાવેશ ‎સેવકાણી (રહે. વડોદરા) વિરુદ્ધ ‎ગુનો નોંધાયા હતા.