Kheda Accident : ખેડામાં કઠલાલના લસુન્દ્રા પાસે અકસ્માત થતાં દંપતીનું મોત નીપજ્યું છે. કઠલાલ પાસે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર સ્વીફ્ટ ગાડી અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં મોપેડ સવાર પતિ પત્નીના ઘટના સ્થળે મોત નીપજ્યું છે. નડિયાદથી પોતાના વતન બાલાસિનોર જઈ રહ્યા હતા. મૃતકો બાલાસિનોરના કાલુપુરના રહેવાસી હોવાની માહિતી મળી છે.
ખરાબ રસ્તાના કારણે અકસ્માત થયો હોવાનુ લોકોએ જણાવ્યું. અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા. ઘટનાની જાણ થતા કઠલાલ પોલીસ પહોંચી ઘટના સ્થળે. હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે. અવારનવારની રજૂઆત છતાં રોડ સુધરતો નથી સ્થાનિકોનો આક્ષેપ. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા.
પલસાણા ચાર રસ્તા નજીક પણ અકસ્માતની ઘટના બની છે. નાસિકથી ફૂલ ભરીને આવતા ટેમ્પો ને નડ્યો અકસ્માત. આગળ ચાલતી ટ્રક પાછળ ટેમ્પો અથડાવી દેતા થયો અકસ્માત . ટેમ્પો ચાલકનું અકસ્માત માં થયું મોત. જ્યારે ક્લીનર ને થઈ સામાન્ય ઇજાઓ. પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Halol Accident : મહાદેવની પૂજા કરી પરત ફરી રહેલા પૂજારીના દીકરાને નડ્યો અકસ્માત, બાળકનું મોત
હાલોલઃ પંચમહાલના હાલોલમાં એસટી બસની અડફેટે સાત વર્ષના માસુમ બાળકનુ કમકમાટી ભર્યું મોત થયું છે. સ્ટેશન રોડ વિસ્તરમાં અક્સ્માતની ઘટના બની હતી. અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. સારણેશ્વર મહાદેવ મંદિરના પુજારીનો દીકરો શિવલિંગનો શણગાર કરવા પિતાની મદદે ગયો હતો. શણગારમાં પિતાને મદદ કરી માતા સાથે એક્ટિવા પર ઘરે પરત જઈ રહ્યો હતો દરમિયાન ઘટના બની હતી.
અકસ્માત સર્જી એસટી ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે. અકસ્માત અંગે હાલોલ સહેર પોલીસે એસટી ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.