ખેડા:  સ્ત્રી એક શક્તિ છે. આ શક્તિને પ્રોત્સાહન મળે તો કેવા ચમત્કારિક પરિણામો સર્જાય તેનું ઉદાહરણ છે - સ્વંયસિદ્ધા પ્રોજેક્ટ. ખેડા જિલ્લા પોલીસની પહેલથી કેવી રીતે આવી રહ્યું છે સામાજિક પરિવર્તન જોઈએ વિશેષ લેખમાં. 


ખેડા જિલ્લાના મહેમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલ ‘સ્વંયસિદ્ધા’કેન્દ્રએ અનેક મહિલાઓની જિંદગી ઉજ્જવળ કરી છે. એક સમયે અસામાજિક પ્રવૃતિમાં સંકળાયેલ મહિલાઓને આ કેન્દ્ર થકી આત્મનિર્ભર બનવા તરફની નવી રાહ મળી છે. અહીં 100થી વધુ બહેનોને બ્યુટી વેલનેસ અને સિવણકામની કૌશલ્યલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત મહિલાઓના બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે કે.જી થી ધોરણ 10 સુધીના ખાસ શૈક્ષણિક વર્ગો ચલાવવામાં આવે છે.


અનેક બહેનો અહિં તાલીમ લઈને સ્વરોજગાર મેળવી પગભર થઈ રહી છે. આ પ્રોજેક્ટ થકી સ્વરોજગાર, સામાજિક સૌહાર્દ અને છેવાડાના બાળક સુધી શિક્ષણ લઈ જતો ત્રિસ્તરીય વિકાસ કરવાનો આશય છે. નોંધનીય છે કે, કેટલાક બહેનો જે વર્ષોથી અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા હતા, તેમાં 105 બહેનોની એક યાદી તૈયાર કરવામાં આવેલી અને ખેડા જિલ્લા પોલીસ ઓયોજિત સ્વયંસિદ્ધા પ્રોજેક્ટ હેઠળ આ બહેનોના નામોને આવરી લેવામાં આવેલા, પ્રાથમિક તબક્કે 105 બહેનો પૈકી 60 બહેનોને ત્રણ મહિનાની સિવણની તાલીમ અને 45 બહેનોને ત્રણ મહિનાની બ્યુટીવેલનેસની તાલીમ આપવામાં આવી રહેલ છે. આમ, ખેડા જિલ્લા પોલીસ અને ‘વિન્ગ્સ ટુ ફ્લાય – ફાઉન્ડેશન’એ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું આ અનેરુ અભિયાન શરુ કર્યું છે, જેના થકી આવતી કાલ વધુ બહેતર બનશે. 


અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદ બંધ થતા વિશ્વ હિન્દુ પરિષદ આવ્યું મેદાને


બનાસકાંઠા ખાતે આવેલા જગવિખ્યાત અંબાજી મંદિરમાં જ્યારથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે ત્યારથી માઈ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પાર્ટીઓએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજીમાં ધરણાં યોજવામાં આવશે. પ્રસાદ બંધ કરવા મામલે ધરણાં યોજી વિરોધ નોંધવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદનાં મંત્રી અશોક રાવલનાં નેતૃત્વમાં આ ધરણાં યોજવામાં આવશે. રવિવારે તમામ રાજ્યના મંદિરોએ સ્તુતિ કરી મોહનથાળ પ્રસાદ વહેંચાશે. યાત્રા સંઘો, સંતો, ભાવિ ભક્તોને આ ધરણાંમાં જોડાવા આહવાન કરાયું છે. છેલ્લા એક સપ્તાહથી પ્રસાદ બંધ થવાના મામલે ભક્તો વિવિધ સંગઠનો સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.