ખેડાના કઠલાલ-કપડવંજ રોડ પર કાર અને ટેંકર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા છે. પોરડા પાટીયા નજીક ઓવરટેક કરતા સમયે અકસ્માત સર્જાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ચારેય મૃતકો સુરેંદ્રનગર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો તમામના મૃતદેહોને કઠલાલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે. તો પોલીસ પણ અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરી છે.
સ્વીફ્ટ ગાડી અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા ગાડીમાં સવાર 5 લોકોમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ને વધુ સારવાર માટે ખસેડયા હતા સારવાર દરમિયાન મોત થયું હતું.
પાંચમાંથી ત્રણ લોકો સુરેન્દ્રનગર જિલ્લાના અને બે અમદાવાદ જિલ્લાના
ઘટનાસ્થળે મૃત્યુ પામનાર
1. સુરેશ ભાઈ ચમન ભાઈ મેણીયા (28 વર્ષ) - ગામ બાબાજીપુરા. જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લખતર
2. વિક્રમભાઈ બાબુભાઈ ભાભરીયા- (31 વર્ષ)
3. પ્રભુ ભાઈ હીરાભાઈ બખોડિયા - વસ્વેલિયા. તાલુકો વિરમગામ. જિલ્લો. અમદાવાદ
4. ભરત ભાઈ કેસાભાઈ જમોડ (42 વર્ષ) - ગામ .જેજરા. તાલુકો વિરમગામ. જિલ્લો અમદાવાદ.
સારવાર દરમિયાન મૃત્યુ પામનાર
સુનીલ ભાઈ હરિભાઈ કુમાંદરા (26 વર્ષ) - ગામ વસ્વેલિયા. તા. વિરમગામ જિલ્લો અમદાવાદ
જનરલ બિપિન રાવતના નિધન પર અમરેલીના આ યુવકે કરી ગંદી કોમેન્ટ, અમદાવાદ પોલીસ તેને ક્યાંથી પકડી લાવી ?
અમરેલીઃ તમિલનાડુના કુન્નુરમાં બુધવારે બનેલી ગમખ્વાર દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત 14 લોકોનું દુઃખદ નિધન થયું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલું ઈન્ડિયન એરફોર્સનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતા.
જનરલ બિપિન રાવતન નિધનને કારણે આખો દેશ શોકમગ્ન છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના ભેરાઈ ગામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ અંગે ગંદી ટિપ્પણી કરી હતી. શિવા આહીર નામના આ યુવકે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર જનરલ બિપિન રાવતન નિધન અંગે વાંધાજનક લખાણ લખતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.
શિવા આહીરે પોતાના ફેસબૂક એકાઉન્ટમાં વિવાદીત અને અભદ્ર ટીપ્પણી પોસ્ટ કરી હતી. આ ઘટનાની જાણ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી. તેમણે તાત્કાલિક તપાસ કરીને પોસ્ટ મૂકનારની ભાળ મેળવી હતી. એ પછી ભેરાઈ ગામથી શિવા આહીરની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં શિવા આહીર સામે ફરિયાદ નોંધી તેની પૂછપરછ થઈ રહી છે.