અમદાવાદઃ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આગામી બે દિવસમાં થાય તેવી શક્યતા છે તે અગાઉ ખેડા જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ થયુ છે. કેમ કે ભાજપના સિનિયર નેતા અને પંચમહાલ જિલ્લાના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કૉંગ્રેસમાં જોડાયા છે. ખેડાના ફાગવેલમાં કૉંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાની હાજરીમાં પ્રભાતસિંહ કોગ્રેસમાં જોડાયા હતા. ભાજપના કદાવર નેતા અને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ કૉંગ્રેસમાં જોડાતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
Gujarat Election 2022: આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 8મી યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ?
Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 8મુ લીસ્ટ જાહેર કર્યું છે. આપ દ્વારા વધુ 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવા 22 ઉમેદવારો સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 108 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 108 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને પહેલા જ જાહેરાત કરવામાં આવી છે.
મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરી તેનો પ્રચાર પણ બમણા જોરથી કરશે. થોડા દિવસ પહેલા સુરત ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપે જનતા પાસેથી મુખ્યમંત્રી કોને બનાવશે એ જ પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ, આજે અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માંગો છો, અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.
આ માટે આમ આદમી પાર્ટી દ્વારા મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી જાહેર કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, તમે મોબાઇલ નંબર 6357000360 ઉપર મેસેજ, વોઇસ મેસેજ, વોટ્સએપ કે અન્ય રીતે અભિપ્રાય આપ્યો છે. ઇમેલ આઇડી પર તમે અભિપ્રાય આપી શકો છો. તેમ જણાવ્યું હતું. ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, ગુજરાતમા પહેલી વાર આવુ જવા છઈ રહયુ છે કે બધુ જુનતાને પુછી કરાય છે. મોંઘવારી બેરોજગારી આ બધુ જનતાને ભોગવવુ પડે છે. ગુજરાતની જનતા નક્કી કરશે કે ગાંધીનગર કોને લઈ જઈશુ.