Kheda : ખેડાના જિલ્લાના કપડવંજમાં  સગીર વિદ્યાર્થીની પર અનેક વાર બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા ફટકારી છે. નડીયાદ પોક્સો કોર્ટે આ હવસખોર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ ફટકાર્યો છે. 


ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના શિક્ષક મહેશ પટેલે સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી ખેતરમાં લઈ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હવસખોર શિક્ષકે  ભોગ બનનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે કોઈને કહીશ તો તેને મારી નાખશે. 


આ કેસમાં નડીયાદ પોક્સો કોર્ટે  35 જેટલા દસ્તાવેજી તેમજ 12 મૌખિક પુરાવાને ધ્યાને લઈ દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. 


5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર 40 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદની સજા
મહેસાણામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. મહેસાણાના વિજાપુર તાલુકાના એક ગામમાં વર્ષ 2020માં 5 વર્ષ અને 8 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં  40 વર્ષીય આરોપી પટેલ વિક્રમ સોમાભાઇ  બાળકીને ફટાકડા લઈ આપવાની લાલચ આપી એક્ટિવા પર લઈ ગયો હતો અને ગામની સીમમાં લઈ જઈ આ માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.


ભાવનગરના ખ્યાતનામ ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવી યુવતીએ દોઢ કરોડની માંગણી કરી
ભાવનગરના આ ખ્યાતનામ ડોક્ટરને અમદાવાદમાં રહેતી એક યુવતીએ તેમની સાથે મિત્રતા કેળવી મોહજાળમાં ફસાવ્યા હતા.ડોક્ટરને યુવતી સાથે ઓળખાણ ભાવનગરથી થઈ હતી અને પછી આ પ્રકરણ બહારગામમાં આગળ વધ્યું હતું. 


આ યુવતી અને ડોક્ટરના સંબંધો એટલા આગળ વધી ગયા હતા કે યુવતીએ ડોક્ટરને હોટેલમાં બોલાવ્યા હતા. ત્યારબાદ હોટેલમાં બંનેએ અંગત પળો માણી હતી, જેનો વિડીયો યુવતીએ ઉતારી લીધો હતો. બાદમાં આ યુવતીએ વિડીયો વાયરલ કરવાના ન બહાને ડોક્ટર પાસે દોઢ કરોડ રૂપિયા માંગ્યા હતા અને ડોક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. 


આ મામલે ડોક્ટરે યુવતી વિરુદ્ધ ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતીની અટકાયત કરવામાં આવી છે તેમજ આ સમગ્ર મામલે મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.