Kheda Wedding Controversy: ગુજરાતમાં કમૂરતા ઉતરતાં જ લગ્નસરાની સિઝન શરૂ થઇ ગઇ છે. અત્યારે ધામધૂમથી ઠેર ઠેર ગુજરાતમાં લગ્નો યોજાઇ રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે ખેડા જિલ્લામાં એક લગ્ન સમારોહ વિવાદમાં આવ્યો છે. લગ્નના બે વરઘોડા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનામાં વરપક્ષ અને કન્યાપક્ષના વરઘોડામાં ડીજે ઉંચા અવાજે વગાડવાને લઇને હરિફાઇ થઇ હતી, જેના કારણે સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.
લગ્નસરાની સિઝનમાં ખેડામાં એક વિવાદ ઉભો થયો છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, ખેડા કેમ્પ નજીક એક લગ્ન યોજાઇ રહ્યાં હતા, આ દરમિયાન અહીં એકબાજુ વરપક્ષ અને બીજી બાજુ કન્યાપક્ષ DJ લઇને આવ્યુ હતુ, જોકે, રસ્તાં વચ્ચે રહેણાંક વિસ્તારમાં બન્ને વરઘોડાના આયોજકોએ DJ જોરજોરથી ઉંચા અવાજ વગાડવાનું શરૂ કરી દીધુ હતુ, જાણે બન્ને DJએ હરિફાઇ લગાવી હોય તેમ ઉંચા અવાજે વગાડતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. ફરિયાદના આધારે પોલીસ ચાલુ લગ્નનમાં વરઘોડામાં ત્રાટકી અને બન્ને વરઘોડાના DJ માલિક અને ઓપરેટર વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.
આ પણ વાંચો
Gujarat: લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો, પાલનપુરમાં યોજ્યો મેળાવડો