Election: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાઈ ચૂક્યું છે. ત્યારે આજથી ચૂંટણીમાં ફોર્મ ભરાવાની શરૂઆત થશે. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. આજથી ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થશે. જ્યારે 1 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ રહેશે. 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક ચકાસવામાં આવશે. જ્યારે 4 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે અને બાદમાં 16 ફેબ્રુઆરી મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

Continues below advertisement


ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. 9 વોર્ડના 36 સભ્યો માટે અત્યાર સુધીમાં 180 ફોર્મ ઉપડ્યા હતા. આજે બપોરે 2થી 5 વાગ્યા સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે. જૂનાગઢ મનપા અને 68 નગરપાલિકાની ચૂંટણી માટે પણ આજે ફોર્મ ભરાવાની શરૂઆત થશે. કઠલાલ, કપડવંજની ચૂંટણી માટે પણ આજે ફોર્મ ભરાવાની શરૂઆત થશે.


સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરી શરૂ કરી હતી. જૂનાગઢ અને બાકીની નગરપાલિકા માટે ભાજપે નિરીક્ષકો નિયુક્ત કર્યા હતા. ત્રણ તાલુકા પંચાયત માટે પણ ભાજપના નિરીક્ષકો સેન્સ લઈ રહ્યા છે. 30 અને 31 જાન્યુઆરીએ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. સી.આર પાટીલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી આવાસ પર બેઠક મળશે. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરશે.


છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં અટકી પડેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં આગામી 16મી ફેબ્રુઆરીએ 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 18મી ફેબ્રુઆરી કરવામાં આવશે, આજે બપોરે રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણને પ્રેસ કૉન્ફરન્સ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને માહિતી આપી હતી. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટુ અપડેટ છે કે આ વખતે ધાનેરા નગરપાલિકાને આ ચૂંટણીમાંથી ચૂંટણી પંચે બાકાત રાખ્યુ છે. 


મહત્વની તારીખો



  • ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025

  • જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025

  • ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025

  • ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025

  • ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025

  • મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી

  • પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025

  • મતગણતરીની તારીખ તા.18/02/2025

  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025                  


રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ