Gujarat Assembly Elections 2022: પાટણ વિધાનસભા મત વિસ્તારમાં કોગેસના ઉમેદવાર પણ મતદારોને રિજવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં સ્થાનિક ઉમેદવાર હોવાને લઇ ગામે ગામ લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ સહિતની બાબતોમાં લોકો ભાજપને ચોક્કસ ઝાકારો આપશે અને પાટણ બેઠક પર લીડ સાથે વિજય થવાનો આશાવાદ કોગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે ખુલ્લેઆમ ધમકી આપી છે. પાટણનાં સબોસણ ગામે ચુંટણી પ્રચારમાં તેમણે ધમકી આપી છે. ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી પટેલને ધમકી આપી છે. કિરીટ પટેલે કહ્યું કે, કે.સી પટેલ તેમનો પેટ્રોલ પમ્પ નથી બચાવી શક્યા, સાત લાખ દંડ ભર્યો છે. તોડવાનો હુકમ થયો છે. કે.સી પટેલે તેમનો પેટ્રોલપંપ નથી બચાવી શક્યા તે આવી ગાયોને કેવી રીતે બચાવશે. એ એમની જાતને દાદા સમજતા હોય તો કહી દેજો આ દુનિયામાં બેજ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા. આઠમી એ આપડું જીતનું વરઘોડું છે, નવમી એ આપડે આ દાદાઓનો હિસાબ કરી દઈશું તેવી ખુલ્લેઆમ ધમકી આપી છે. 2017 બાદ ફરી એકવાર ગાયો મુદ્દે કિરીટ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો આવી શકે છે.
પાટણ વિધાનસભા બેઠક પર ચૂંટણીને લઇ પ્રચાર પ્રસારનો દોર ધમ ધમતો થવા પામ્યો છે અને ઉમેદવારો પણ ગ્રામ્ય વિસ્તાર ખૂંદી રહ્યા છે અને મતદારોને રિઝવવા માટે ના પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે પાટણ વિધાનસભા મત વિસ્તારના કોગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારના દોરને ગામે ગામ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે ત્યારે કહી રહ્યાં છે અત્યાર સુધી 70 થી વધુ ગામોના પ્રચાર પતી ગયો છે અને લોકો સમક્ષ મોંઘવારી /બેરજોગારી તેમજ કોંગ્રેસના આઠ વચનો લઈને પ્રચાર કરી રહ્યાં છે.
આ વખતે અમે ભરોશો નહિ મુકીયે
સાથે પ્રચાર દરમ્યાન લોકો કહી મોંઘવારી, બેરોજગારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને આ વખતે અમે ભરોશો નહિ મુકીયે તેમ લોકો જણાવી રહ્યા છે તો સાથે ભાજપ દ્વારા પાટણ બેઠક પર શિક્ષિત ઉમેદવાર મુકાયા છે પણ બહા થી એટલે કે સ્થાનિક નથી મેં પાંચ વર્ષ લોકોના કામ કર્યા છે, લોકોના સંપર્કમાં રહ્યો છું આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.