Navsari News: ગુજરાતના નવસારીમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની આંખની હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લગભગ 40થી 50 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના નવસારી જિલ્લામાં ભજન ગાયકો પર નોટોનો વરસાદ થયો. આ નોટોનો વરસાદ સામાન્ય નથી. તમે જાણીને ચોંકી ઉઠશો કે ભજન ગાતી વખતે ભજન ગાયક પર એક-બે લાખ નહીં પરંતુ અંદાજે 50 લાખ ઉડાવવામાં આવ્યાં છે. જે અંગે કલાકાર કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi)એ જણાવ્યું કે, સુપા ગામમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આંખની હોસ્પિટલ સંબંધિત ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લગભગ 40થી 50 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લાના સુપા ગામમાં આયોજીત ભજનના કાર્યક્રમમાં લોક ગાયક તેમના ભજનોની પ્રસ્તુતિ કરી રહ્યા હતા. આ ભજનો સાંભળી તેનાથી એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે તેના સન્માનમાં પાણીની જેમ પૈસા ઉડાડી રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થનાર ફોટોગ્રાફ્સમાં જોઇ શકાય છે કે, કલાકારોનાના બેસવા માટે એક મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેઓ આ મંચ પર બેસીને પોતાની રજૂઆતો આપી રહ્યા છે. આ મંચ પર ગાયકોની સાથે સાથે વિવિધ વાદ્યોના વાદકો પણ બેઠા છે. ફોટાઓમાં જોવા મળે છે કે ગાયકની નજીક જઈ રહેલ વ્યક્તિ નોટોનો વરસાદ કરી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા વર્ષ 2018માં અમદાવાદ શહેરમાં કીર્તિદાન ગઢવીના એક કાર્યક્રમમાં લોકોએ ખૂબ પૈસા આપ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ કાર્યક્રમનું આયોજન સ્વામી નારાયણ ગુરુકુલ વસંત પંચમી પર્વ નિમિત્તે કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ભજન ગાયક કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આ દરમિયાન લોકોને ગઢવીનું ગીત એટલું ગમી ગયું કે આ લોક ગાયક પર 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.
આ પહેલીવાર નથી કે ગુજરાતમાંથી આવો વીડિયો વાયરલ થયો હોય. આ પહેલા પણ ગુજરાતના વલસાડમાં સ્થાનિક લોક ગાયક પર આયોજિત ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લોકોએ નોટોનો જોરદાર વરસાદ કર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગાયક પર લગભગ 50 લાખ રૂપિયાનો નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, જે પછી સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો. તે જ સમયે, જે તાજેતરનો વિડીયો સામે આવ્યો છે તેમાં, કાર્યક્રમ દરમિયાન ગાયક પર 100 - 200 અને 500 રૂપિયાની નોટો ઉડાડવામાં આવી રહી છે.