કિશન ભરવાડ હત્યા કેસ Live Update : ધંધુકામાં થયેલી હત્યા કેસમાં વધુુ એક આરોપીની ધરપકડ

ધંધુકામાં થયેલી હત્યાના પડઘા ગીરના કોડીનારમાં પડયા, કોડીનાર શહેર આજે સજ્જડ બંધ પાળ્યું. આરોપીઓને ફાંસીની સજા આપવાની લોકોએ કરી માંગ.

abp asmita Last Updated: 01 Feb 2022 03:08 PM
સોશ્યલ સાઇટ્સ પર પોલીસ રાખી રહી છે બાજ નજર

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ અને રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર હુમલા મામલે કરી લોકોને અપીલ. કેટલાક અસામાજિક તત્વો હિન્દૂ-મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરી શાન્તિભંગની પ્રયાસ કરે છે. Whatsapp. Instagram.. ફેસબુક.. ટ્વિટર.. અને સ્નેપચેટ જેવી સોશ્યલ સાઇટ્સ પર પોલીસ રાખી રહી છે બાજ નજર. કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા કોઈ વ્યક્તિ દ્રારા ભડકાઉ પોસ્ટ કરવામાં આવશે કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી. સોશ્યલ મીડિયા પર સાઈબર ક્રાઈમ સેલ રાખી રહ્યું છે...

મૌલવી ઐયુબને જમાલપુરની દરગાહ પર ગુજરાત એટીએએ લઈ આવી

મૌલવી ઐયુબને જમાલપુરની દરગાહ પર ગુજરાત એટીએએ લઈ આવી. મૌલવી ઐયુબ સાથે દિલ્હીના મૌલવી કમરગની ઉસ્માની સાથે રાખી દરગાહ પર કરી તપાસ. જમાલપુર દરગાહ પરથી મૌલવી ઐયુબની ઘણી પુસ્તકો અને કોમ્પ્યુટર કબ્જે લેવાયું. ગુજરાત એટીએસએ કાફલા સાથે બન્ને મૌલવી લઈ આવ્યા. કિશન ભરવાડની હત્યામાં જમાલપુરની દરગાહમાં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. મૌલવી ઐયુબ હત્યા કેસનો મુખ્ય આરોપી છે.

તમામ આરોપીને કડક સજા કરવામાં આવેઃ ગીતા રબારી

હાલમાં જે રીતે કિસન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી તે તમામ આરોપીને કડક સજા કરવામાં આવે. ભવિષ્યમાં પણ આવી ગટના ના બને અને હું હંમેશા મારા ધર્મ પડખે ઊભી રહીશ :ગીતા રબારી

આરોપીને કડક સજા થવી જોઈએ તેવી ભરવાડ સમાજની માગણી

સમાજના આગેવાનોની ગૃહમંત્રીને રજુઆત. કિશન ભરવાડ કેસ સંદર્ભે ત્વરિત કાર્યવાહી સંદર્ભે ભરવાડ સમાજના આગેવાનોએ ગૃહ મંત્રીનો આભાર માન્યો. આરોપીને કડક સજા થવી જોઈએ તેવી ભરવાડ સમાજની માગણી. ગૃહ મંત્રીએ ઝડપી અને યોગ્ય ન્યાય અપાવવાની આપી ખાતરી.

કિશન ભરવાડ હત્યા કેસમાં હથિયાર આપનાર વધુ એક શખ્સને પકડતી પોલીસ

કિશન ભરવાડ હત્યા કેસમાં હથિયાર આપનાર વધુ એક શખ્સને પકડતી પોલીસ. અઝીમ સમાને હથિયાર આપનાર જંગલેશ્વરના રમીઝ સેતા નામના શખ્સની રાજકોટ SOG એ કરી અટકાયત. ભાવનગરના ઢસાથી પોલીસે અટકાયત કરી ATSને સોંપવામાં આવ્યો.

પાદરાના પરશુરામ સેના અને બ્રહ્મ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

ધંધુકામાં વિધર્મીઓએ કિશન ભરવાડની હત્યા મામલે પાદરા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. પાદરાના પરશુરામ સેના અને બ્રહ્મ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ફાસ્ટ્રેક કોર્ટ માં કેસ ચલાવી આરોપી ને ફાંસી આપવાની કરવામાં આવી માંગ. ત્યારે પાદરા શહેર માં અશાંતિ ન ફેલાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાદરા પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલીગ કરાયું. પાદરાના વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ કર્યું પેટ્રોલીંગ.

બીલીમોરામાં વિવાદિત ટ્વિટ સામે પોલીસ ફરિયાદ

નવસારીઃ સોશિયલ મીડિયા અભદ્ર પોસ્ટ કરવી યુવકને ભારી પડી. બીલીમોરામાં વિવાદિત ટ્વિટ સામે પોલીસ ફરિયાદ. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ ટ્વીટ થતા ભાજપી કાર્યકરે પોલીસ ફરિયાદ કરી. બીલીમોરા પોલીસ સ્ટેશને ટ્વીટના ના આધારે યુવાનની ધરપકડ કરી. હિતાંશુ મહેતા નામના યુવકની પોલીસે ધરપકડ કરી. જિલ્લા પોલીસે પણ જ્ઞાતિ જાતિ અને ધર્મના આધારે પોસ્ટ ન મુકવા માટે અપીલ કરી.

સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મુકાનાર સામે પોલીસની કાર્યવાહી

મોરબીઃ સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મુકાનાર સામે પોલીસની કાર્યવાહી. વાંકાનેર શહેર વિસ્તારમાં કરવામાં આવી કાર્યવાહી . નવાપરામાં રહેતા વ્યક્તિ અને મીલપ્લોટમાં રહેતા વિધર્મી વ્યક્તિ વચ્ચે સોસીયલ મીડિયામાં સ્ટેટ્સ મુકવા બાબતે બોલાચાલી થઇ હતી . શાંતિ જળવાઈ રહે તે માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

કિશનનો માફી માંગતો વીડિયો વાયરલ

થરાદમાં વેપારીઓએ બજારો સ્વયંભૂ રાખ્યા બંધ

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા અને રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી યુવતી ઉપર હુમલાનો મામલો. થરાદમાં હિન્દૂ સંગઠનો દ્વારા આજે અપાયું બંધનું એલાન. થરાદમાં વેપારીઓએ બજારો સ્વયંભૂ રાખ્યા બંધ.થરાદમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવાયો.

દિલ્હીગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કિશન ભરવાડની હત્યા મામલે પાલનપુરમાં કાર્યક્રમ. દિલ્હીગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત. Lcb સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પીઆઇ સહિત નો પોલીસ કાફલો ગોઠવાયો. સત્ય અને ન્યાય માટે રેલી અને કાર્યક્રમનું આયોજન.

કોડીનાર શહેર આજે સજ્જડ બંધ

ધંધુકામાં થયેલી હત્યાના પડઘા ગીરના કોડીનારમાં પડયા, કોડીનાર શહેર આજે સજ્જડ બંધ પાળ્યું. આરોપીઓ ને ફાંસી ની સજા આપવાની લોકોએ કરી માંગ

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ ધંધૂકામાં માલધારી યુવકની હત્યાના સમગ્ર  ગુજરાતમાં પડઘા પડી રહ્યાં છે. હત્યાના વિરોધમાં ઠેર-ઠેર હિંદુ સંગઠનો દ્વારા બંધ અને રેલી  યોજવામાં આવી રહી છે.  કિશનની શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ગોળી મારીને હત્યા કરી હતી. જો કે હવે આ કેસના તાર ધંધૂકાથી અમદાવાદ થઈને મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યા છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શનની સાથે સાથે સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધંધુકામાં થયેલી હત્યાના પડઘા ગીરના કોડીનારમાં પડયા, કોડીનાર શહેર આજે સજ્જડ બંધ પાળ્યું.


આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર,ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં આ લોકો સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું પોલીસનું માનવું છે.  એજન્સીઓની સાથે નેશનલ એજન્સીના અધિકારીઓએ પણ અનેક નંબર સ્કેનિગમાં મુક્યાં છે. 


ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ધડાકા થઈ રહ્યા છે. હવે આ કેસમાં હત્યાના તાર પાકિસ્તાન સુધી જતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં  જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ થતાં અનેક ખુલાસા થયા છે.



પોલીસની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ સંગઠનો મુંબઈ, દિલ્લી અને યુપીમાં પણ કટ્ટરવાદી સંગઠન ચલાવતા હોવાની માહિતી બહાર આવી છે. તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું અનુમાન છે. આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હોવાનું અનુમાન છે.


આ સંગઠનના પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ માહિતીના આધારે ધંધૂકાની મસ્જિદમાં પણ સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. ધંધુકાની મસ્જિદના મૌલવીની પણ તપાસ શરૂ કરાઈ છે.



ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાનાને હથિયાર આપનાર અઝીમ સમાની પણ પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત એટીએસએ દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માનીની ધરપકડ કરી હતી. મૌલવીએ હત્યા માટે બંને આરોપીઓને ઉશ્કેર્યા હતા. કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. કમર ગની ઉસ્માની એક વર્ષથી ષડયંત્ર કરી રહ્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.