ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે ગુજરાત સરકારે કોરોનાવાયરસનો ચેપ રોકવા માટે 15 ક્લસ્ટર હોટ સ્પોટ નક્કી કર્યા છે. ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે, આ તમામ હોટ સ્પોટને  સંપૂર્ણ લોક ડાઉન કર દેવાય છે અને આ વિસ્તારોમાંથી કોઈ વ્યક્તિ બહાર નહીં આવીં શકે કે કોઈ અંદર નહીં જઈ શકે.

રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ આ જાહેરાત કરતાં કહ્યું કે, આ પૈકી અમદાવાદમાં સૌથી વધુ  8 કોરોના ક્લસ્ટર બનાવ્યા છે અને કુલ  24 ટીમ અમદાવાદમાં 8 ક્લસ્ટરમાં કામ કરે છે. આ ઉપરાંત વડોદરામાં 2 વિસ્તાર કોરોના ક્લસ્ટર જાહેર કરાયા છે, જ્યાં 3 ત્રણ ટીમ કામ કરે છે. સુરતમાં  3 વિસ્તાર કોરોના ક્લસ્ટર જાહેર કરાયા છે કે જયાં 10 ટીમો કામ કરે છે. ભાવનગરમાં 2 વિસ્તારને કોરોના ક્લસ્ટર જાહેર કરાયા છે કે જ્યાં 3 ટીમ કામ કરે છે.

જ્યંતિ રવિએ જાહેર કર્યું છે કે, હવે પછી રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના  સૌથી વધુ ટેસ્ટિંગ હોટ સ્પોટ ક્લસ્ટરમાં કરવામાં આવશે.