Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ હાલ  3 મે થી 7 મે સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ થઇ શકે છે.


હવામાન વિભાગની આગાહી મુજબ હાલ 30 એપ્રિલ અને 1 મેની આસપાસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ ગુજરાત પર અરબર સાગર પરથી પવન આવી રહ્યો છે.જેથી થન્ડરસ્ટોર્મ સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો અનુમાન છે. હાલ પાકિસ્તાની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તો ઉત્તર ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે જેના કારણે આવનાર દિવસોમાં મધ્યપ્રદેશથી લઇને ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હજુ પણ એટલે 1 મે બાદ પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઇને મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આ સમય દરમિયાન વધુ વરસાદ પડી શકે છે. આ સિવાય ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે. તો પૂર્વ ગુજરાતના વિસ્તાર મહીસાગર,દાહોદ,પંચમહાલમાં પણ આગામી 1 મે બાદ વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમા પણ વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ 1 મે બાદ 2 અને 3 મેએ વરસાદનું જોર ઘટી જશે અને તાપમાનમાં એકથી 2 ડિગ્રીમાં વધારો થઇ શકે છે પરતુ 3 મે બાદ ફરી કમોસમી વરસાદની શક્યતા પ્રબળ બની રહી છે. 4 અને 5 મેએ ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. 7 મે સુધી ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ પડી શકે છે.


ગુજરાતમાં આજ મધરાત્રીથી કમોસમી વરસાદ પડ્યો


રાજકોટ અને ગોંડલમાં વહેલી સવારે વરસ્યો ધોધમાર વરસાદ, અન્ડર બ્રીજમાં ભરાયું પાણી


ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગત મધરાતથી કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટમાં પણ કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. અહીં રાજકોટ, ગોંડલ  શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ અને શેરીમાં  પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. અહીં ગાજવીજ સાથે એક કલાકથી વધુ વરસાદ પ઼ડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતા મૂક્યા છે.



રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસાદથી ઉમવાડા અંડર બ્રિજમાં પાણી ભરાઇ ગયું છે. શહેરના મુખ્ય વિસ્તારો કોલેજ ચોક, લાલપુલ, બસ સ્ટેન્ડ રોડ, ઉમવાડા અંડર બ્રિજમાં પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.