Gujarat Cabinet Expansion 2025 : ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયો હતો. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ વિસ્તરણમાં સૌથી પહેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ભૂપેન્દ્ર ભાઈ પટેલના નવા મંત્રી મંડળમાં કોડિનારના લોકપ્રિય ધારાસભ્ય પ્રદ્યુમન વાજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજાને કેબિનેટ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. કોડિનારને પ્રતિનિધત્વ મળતા કોડીનાર પંથક સહિત ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. કોડિનારમાં ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ડો. પ્રદ્યુમન વાજા મૂળ અમદાવાદના વતની છે. તેમણે 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ, ડીજીઓ અને એમડીની ડિગ્રી મેળવી હતી. વધુમાં 2022માં તેમણે એલએલબી અને એલએલએમનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. ડો. પ્રદ્યુમન વાજા સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છે અને તેમના પત્ની પણ ડોક્ટર છે. ડો. પ્રદ્યુમન વાજા ગુજરાત એસસી મોરચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ડો. પ્રદ્યુમન વાજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમને કુલ 77,794 મત મળ્યા હતા.
દાદાની સરકારમાં સૌરાષ્ટ્રનો દબદબો વધ્યો
ભૂપેન્દ્ર ભાઈ પટેલના નવા મંત્રી મંડળમાં કુલ 26 નેતાઓની પસંદગી કરાઈ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અર્જૂનભાઈ મોઢવાડિયા, જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળીયા, ડૉ પદ્યુમનભાઈ વાજા, પરશોત્તમ સોલંકી, કાંતિ અમૃતિયા, રિવાબા જાડેજા, કૌશિક વેકરિયાનો મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી
કેબિનેટ મંત્રી
- ઋષિકેશ પટેલ
- જીતુ વાઘાણી
- કનુભાઈ દેસાઈ
- કુંવરજી બાવળીયા
- નરેશ પટેલ
- અર્જુન મોઢવાડિયા
- પ્રદ્યુમન વાજા
- રમણ સોલંકી
રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો
- ઇશ્વર પટેલ
- પ્રફુલ પાનસેરીયા
- મનિષા વકીલ
રાજ્યકક્ષાના મંત્રીઓ
- કાંતિ અમૃતિયા
- રમેશ કટારા
- દર્શના વાઘેલા
- પ્રવીણ માળી
- સ્વરૂપજી ઠાકોર
- જયરામ ગામીત
- રિવાબા જાડેજા
- પી સી બરંડા
- સંજય મહિડા
- કમલેશ પટેલ
- ત્રિકમ છાગા
- કૌશિક વેકરિયા
- પરસોત્તમ સોલંકી