Kutch Accident : કુકમા ગામના બસ સ્ટેશન પાસે એસ.ટી. બસના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ST બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા રિક્ષા, કાર, બાઈક, એક્ટિવા સહિત વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના કારણે હડફેટે આવેલા બાઇક ચાલકનું મોત થયું હતું. જ્યારે બીજી ગાડીઓને નુકસાન થયુંછે.


બેકાબુ બનેલી બસ દુકાનોમાં ઘૂસી  જતા પાંચથી વધુ દુકાનોને નુકસાન થયું છે. અકસ્માતમાં બાઇક પર જઈ રહેલા ખભરાના  યુવાન નું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોત. 25થી વધુ લોકોને ઈજાઓ પહોંચી.


Rajkot hit and run : કારે બાઈકને ટક્કર મારતાં બેના મોત, ચાલક ફરાર


રાજકોટઃ શહેરમાં મક્કમ ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. કારચાલકે બાઇક હડફેટે લેતા બેના મોત નીપજ્યા છે. કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે. રાજકોટના ગોંડ રોડ પર મક્કમ ચોક પાસે ઘટના બની છે. પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને લીધું હડફેટે. બાઇક ચાલક બન્નેના મોત નીપજ્યા છે. કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે.


Kheda : નડિયાદમાં ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત
ખેડાઃ નડિયાદમાં પીજ રોડ પર આવેલ ગણેશ પંડાલમાં દુર્ઘટના બની છે. ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નીપજ્યા છે. ગણેશ ભંડારમાં ડેકોરેશન કરવા આવેલા બે યુવાનના મોત થયા છે.  ડેકોરેશનના માલિકને ના પાડવા છતાં પણ માલિક દ્વારા કામ કરાવવામાં આવ્યું.


નડિયાદના પીજ રોડ  ગીતાંજલી ચોકડી નજીક આવેલ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે  અચાનક 11 કે.વી.નો વાયર માથાના ભાગે અડકી જતાં બની ધટના. હાલ બન્ને યુવકો ના મૃતદેહ ને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા.  જ્યાં સુધી યુવાનોને યોગ્ય ન્યાય ના મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર.