કચ્છ: ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને કચ્છ જિલ્લો હાઈ એલર્ટ પર છે.   કચ્છના સરહદી વિસ્તારોના ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે.  લખપતનું નારાયણ સરોવર ધાર્મિક સ્થળ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે નારાયણ સરોવર મંદિર બંધ કરવામાં આવ્યું છે.   મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતા જતા વાહનો પણ તપાસવામાં આવી રહ્યા છે. 

કચ્છ સરહદ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  પ્રવાસીઓને કોટેશ્વર જવાની મનાઈ કરવામાં આવી છે. લખપત ત્રણ રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરાઈ છે.  લખપત ત્રણ રસ્તાથી પ્રવાસીઓને આગળ જવા દેવામાં નથી આવતા.  નારાયણ સરોવર અને કોટેશ્વર જતા પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકાયો છે.  પોલીસ દ્વારા સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરાઈ રહ્યું છે.  

નડા બેટ વિસ્તારમાં પર્યટકો પર પ્રતિબંધ

પાકિસ્તાન સરહદે આવેલા નડા બેટની સુરક્ષા વધારવામાં આવી છે. નડા બેટ પર સતર્કતા વધારવામાં આવી છે. નડા બેટ વિસ્તારમાં પર્યટકો પર પ્રતિબંધ મૂકાયો છે. ભારત-પાક તણાવ વચ્ચે કચ્છમાં આવેલા પ્રવાસી સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અનેક જગ્યાએ પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

સોમનાથ મંદીરમા પોલીસ બંદોબસ્તમા પણ વધારો કરાયો

ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ વિશ્વ સુપ્રસીધ્ધ સોમનાથ મંદીરની સુરક્ષામા વધારો કરવામાં આવ્યો છે.  સોમનાથ મંદીર આવતા જતા તમામ રસ્તાઓ પર બેરીકેટ લગાવી સઘન વાહન ચેકીંગ હાથ ધરાયું છે.  સોમનાથ મંદીરમા પોલીસ બંદોબસ્તમા પણ વધારો કરાયો છે.  

તાત્કાલિક ધોરણે પીએસઆઇ અને પીઆઇની નિમણૂક એસપી મનોહરસિંહ જાડેજા દ્રારા કરાઇ છે. સીસીટીવી કેમેરા ,ઘોડેસવાર ,ડોગ સ્કવોડ, રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ મોડીરાત્રીના પણ ચાલુ કરાયું છે. દરીયાઇ સુરક્ષામા પણ વધારો કરી મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડ સાથે પેટ્રોલીંગ વધારાયુ છે.  મરીન બોટોનુ ચેકીંગ, આધારપુરાવા સહીતનુ ચેકીંગ હાથ ધરાયુ છે. ઝેડ પ્લસ સુરક્ષામા સોમનાથ મંદીર અરબી સમુદ્રના કિનારે આવતુ હોય પોલીસ એલર્ટ મોડમા છે. 

ગુજરાતના સરહદે આવેલા જિલ્લાઓમાં સર્તકતાને ભાગ રુપે તકેદારી રાખવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.