Kutch:  કચ્છના મુંન્દ્રા પોર્ટમાં કરોડોની કિંમતનો એન્ટિક સામાન ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે ઝડપી લીધો હતો.  DRIને માહિતી મળી હતી કે યુનાઈટેડ આરબ અમિરાતથી આવેલા કન્ટેઈનરમાં મોટી સંખ્યામાં દાણચોરીનો માલ આવ્યો છે. જેના આધારે ડીઆરઆઈની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન મિસડિક્લેર થયેલા કન્ટેઈનરની તપાસ કરતા અંદરથી 26 કરોડ 80 લાખ રૂપિયાનો જૂના પૂતળા, વાસણો, ચિત્રો, ફર્નિચર સહિતની અન્ય મૂલ્યવાન ચીજવસ્તુઓ મળી આવી. આ કન્ટેઈનરમાં 19મી સદીની અનેક વસ્તુઓ સોના- ચાંદી અને અન્ય મૂલ્યવાન પથ્થરોથી બનેલી છે. DRIની તપાસમાં સામે આવ્યું કે આ કન્ટેનર UAEના જેબેલ અલીથી આયાત કરવામાં આવ્યું હતું. જેને કસ્ટમ્સ સમક્ષ વિસ્તૃત તપાસ માટે "Unaccompanied Baggage for Personal Effects” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

Continues below advertisement

યુએઈથી આયાત કરવામાં આવી રહેલી અદભૂત કલાકૃતિઓ મળી આવી હતી. ઝડપાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 26 કરોડ 8 લાખ જેટલી હોવાની જાણકારી મળી રહી છે. ડીઆરઆઈએ જેબીએલ અલી, યુએઈથી મુન્દ્રા પોર્ટ પર આયાત કરવામાં આવી રહેલા એક આયાત કન્ટેનરની ઓળખ કરી હતી.

Continues below advertisement

જપ્ત કરવામાં આવેલી એન્ટિક વસ્તુઓ 19મી સદીની છે. કેટલીક વસ્તુઓ કિંમતી પથ્થરો, સોના, ચાંદીના બનેલા હતા અથવા સોના/ચાંદીના કોટિંગવાળા હતા. મોટાભાગની વસ્તુઓ યુરોપિયન દેશો, ખાસ કરીને યુકે અને નેધરલેન્ડની છે. કસ્ટમ્સ ડ્યુટીથી બચવા માટે આ માલનું મૂલ્ય ખૂબ જ ઓછું આંકવામાં આવ્યું હતું. ગેરકાયદેસર બજારમાં આવી વસ્તુઓની ભારે માંગ છે. હાલમાં કેસની તપાસ ચાલી રહી છે.                  

નોંધનીય છે કે ગયા મહિને કચ્છના મુન્દ્રામાં DRIએ મોટી કાર્યવાહી કરી 100 કરોડની દાણચોરી ઝડપી પાડી હતી. અમદાવાદ DRIએ દાણચોરી કરતી ગેંગ સામે કાર્યવાહી કરી હતી. દાણચોરીના રેકેટમાં સામેલ ત્રણ માસ્ટર માઈન્ડની પણ ધરપકડ કરવામાં આવી હતી. ડીઆરઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે આ ત્રણ માસ્ટરમાઇન્ડ ઇ-સિગારેટ, બ્રાન્ડેડ મોબાઇલ એસેસરીઝ, પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ અને ઇલેક્ટ્રોક્સ આઇટમ્સની દાણચોરીમાં સંડોવાયેલા હતા. ડીઆરએએ 100 કરોડનો દાણચોરીનો માલ જપ્ત કર્યો હતો. જેમાં ઈ-સિગારોટ, બ્રાન્ડેડ મોબાઈલ એસેસરિઝનો સમાવેશ થાય છે. તે સિવાય દાણચોરી કરવામાં આવનારા પ્રિમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.