કચ્છના અંજારના તાલુકા હેલ્થ ઓફિસર હનીટ્રેપનો શિકાર બન્યા હતા. હેલ્થ ઓફિસરને હનીટ્રેપમાં ફસાવી તેમનો અશ્લિલ વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી 30 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં મામલે અધિકારીએ આદિપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી.


અધિકારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સવા મહિના અગાઉ એક યુવતીએ વોટ્સએપ પર મેસેજ કરીને આશા વર્કર તરીકે નોકરી આપવા વિનંતી કરી હતી. બાદમાં વોટ્સએપ પર મેસેજ કરીને તેમને ફસાવવામાં આવ્યા હતા. યુવતીએ કહ્યું હતું કે પોતે અંતરજાળ ગામે માતા પિતાના ઘરે રહે છે અને અધિકારીને ચા  પીવાનું આમંત્રણ આપ્યું હતું. યુવતીએ અધિકારીને વિશ્વાસમાં લેવા માટે તેમની સાથે અવારનવાર મુલાકાત કરી હતી.  અંજારથી 10 કિલોમીટર દૂર અંતરજાળ ગામે યુવતીના કહેવાથી અધિકારી તેના ઘરે પહોંચ્યા હતા. દરમિયાન ઘરમાં યુવતી એકલી હતી. હેલ્થ ઓફિસર જેવા યુવતીના ઘરમાં પ્રવેશ્યા કે તરત જ યુવતી પોતાના કપડાં ઉતારી ન્યૂડ થઇ ગઇ હતી. ત્યાં જ યુવતીના કહેવાતા પતિએ તરત જ પહોંચીને વીડિયો ઉતાર્યો હતો. બાદમાં હેલ્થ ઓફિસરને દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી 30 લાખની માંગણી કરતાં અંતે હેલ્થ ઓફિસરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ડોક્ટરે અંતરજાળના રાજનગરમાં રહેતા નર્મદાબેન દિનેશ વાળંદ અને તેના પતિ દિનેશ વાળંદ ઉર્ફ ગુલામ હાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


આરોપી યુવતીએ ચા પીવા બોલાવ્યા


પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર,  સૌપ્રથમવાર 17 ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી હેલ્થ ઓફિસરને વ્હોટ્સએપ પર એક યુવતીનો મેસેજ મળ્યો હતો. મેસેજ મોકલનાર યુવતીએ પોતાનો ફોટો મોકલી પોતાનું નામ નર્મદા દિનેશભાઈ વાળંદ જણાવ્યું હતું અને તેને મેઘપરમાં આશાવર્કર તરીકે કામ કરવાનું જણાવ્યું હતું. જોકે હેલ્થ ઓફિસરે કોઇ જવાબ ન આપતા યુવતી તેમને રૂબરૂ મળવા આવી હતી. ત્યાર બાદ નર્મદાએ ફરિયાદીને સવાર સાંજ પોતાના ફોટોગ્રાફ સાથે ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજ મોકલવાનું શરૂ કરીને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આરોપી નર્મદાબેન ફરિયાદી સાથે વ્હોટ્સએપ કોલ પર પણ અવારનવાર વાતચીત કરતી હતી. નર્મદા ફરિયાદીને અવારનવાર ઘરે ચા-પાણી માટે બોલાવતી હતી.


યુવતી ડોક્ટરના સામે જ નિર્વસ્ત્ર થઈ ગઈ


નર્મદાએ 21 સપ્ટેમ્બરે સવારે  પોતે હાલ અંતરજાળ ખાતે રાજનગરમાં માતા-પિતાને ઘેર રોકાવા આવી હોવાનું કહી માતા-પિતા પણ મળવા ઈચ્છતાં હોવાનું જણાવી ફરિયાદીને ઘેર બોલાવ્યાં હતાં. જ્યારે ફરિયાદી ઘેર ગયાં ત્યારે તેના માતા-પિતા કોઈ હાજર નહોતાં અને નર્મદાએ તેમને રૂમમાં બેસાડીને ચા પાણી પીવડાવ્યાં હતા. ત્યાં જ અચાનક ડોક્ટર સામે જ કપડા કાઢી ન્યૂડ થઇ ગઇ હતી. એટલામાં દિનેશ નામનો નર્મદાનો કહેવાતો પતિ અચાનક ઘરમાં આવી ગયો હતો. દિનેશે ડોક્ટર સાથે મારપીટ કરી હતી અને બંનેની વીડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધી હતી. ત્યાર બાદ દિનેશે વીડિયો વાયરલ કરવાની અને દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપીને ફરિયાદી પાસે પતાવટ પેટે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ ઑફિસે જઈ તાત્કાલિક પંચાસ હજાર રૂપિયા આપવાનું અને બાકીના નાણાંની વ્યવસ્થા કર્યા બાદ આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ આરોપીના કહેવાતા પતિ ગુલામે ફરિયાદી પાસેથી પાંચ-પાંચ લાખ રૂપિયાની રકમ લખાવી સહી કરાવીને 6 ચેક પડાવી લીધાં હતાં.


આરોપીઓએ રૂપિયાની વ્યવસ્થા નહી કરો તો દુષ્કર્મની ફરિયાદ કરશે તેવી ફરિયાદીને ધમકી આપી હતી.  બાદમાં ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આદિપુર પોલીસે અંતરજાળના રાજનગરમાં રહેતી નર્મદાબેન દિનેશ વાળંદ અને તેના કથિત પતિ દિનેશ વાળંદ ઊર્ફે ગુલામ હાજી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


Crime News: વિધર્મી યુવકે અમદાવાદની 21 વર્ષની યુવતીને કરી 'વશ'માં, ન્યૂડ વીડિયો ઉતારી કરી બ્લેકમેઇલ