Baba Bageshwar Dham, Kutch News: બાગેશ્વર ધામના બાબા બાગેશ્વરનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્ય દરબાર ભરાશે, સમાચાર છે કે, આ વખતે બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કચ્છમાં આગામી સમયમાં ભરાશે. મળતી માહિતી પ્રમાણે, બાબા બાગેશ્વર ધામના આચાર્ય ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર આગામી 26 થી 30 તારીખ સુધીમાં યોજાશે. 


કચ્છ જિલ્લામાં ફરી એકવાર છતરપુર વાળા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે. આગામી સમયમાં બાબા બાગેશ્વરધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનું પૂર્વ કચ્છ ગાંધીધામમાં આગામન થશે, જ્યાં તેઓ ૨૬ થી ૩૦ તારીખ સુધી ભક્તો સાથે પોતાનો દિવ્ય દરબાર યોજશે. ખાસ વાત છે કે આ દરમિયાન બાગેશ્વર ધામની હનુમંત કથા માટે ધ્વજારોહણ અને બાઈક રેલી યોજવામાં આવી હતી, અને સાથે સાથે મંડપ મુહુર્ત અને ધ્વજારોહણ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતુ. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગાંધીધામના આ દિવ્ય દરબારને લઇને ફૂલ પ્રૂફ તૈયારીઓ કરવામાં આવી છે, ગાંધીધામના આ દિવ્ય દરબારમાં રોજ ૩૦ થી ૪૦ હજાર લોકો આવશે અને જેના માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 


કોણ છે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી


પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મૂળ મધ્યપ્રદેશના છે. એવું કહેવાય છે કે બાગેશ્વર ધામ સરકારના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાનજીના સાક્ષાત દર્શન થયા છે. તેમના ચમત્કારોના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વભરમાં જાણીતા છે. તે પોતાના ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ ચિઠ્ઠી દ્વારા કરે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત બાગેશ્વર ધામમાં અરજી કરે છે તેમની તમામ સમસ્યાનું સમાધાન ધીરેન્દ્ર શાસ્ત્રી એક કાગળ પર લખીને આપે છે.


ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પ્રખ્યાત અને પ્રાચીન ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામ સરકારના વડા છે. દેશના ખૂણે-ખૂણેથી લોકો અહીં દર્શન માટે આવે છે અને પોતાની સમસ્યાઓ અંગે ફરિયાદ કરે છે.


ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પ્રખ્યાત કથા પણકાર છે અને દિવ્ય દરબાર પણ ભરે છે. પેઢી દર પેઢી બાગેશ્વર ધામમાં પ્રખ્યાત સંતો દરબાર કરતા આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા તેમના દાદા ભગવાનદાસ ગર્ગ અહીં દરબાર લગાવતા હતા.


જો કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ વિવાદોથી પણ ઘેરાયેલા રહે છે. ઘણા લોકો તેના ઉપાયને ચમત્કાર કહે છે તો કેટલાક તેને અંધશ્રદ્ધા કહે છે. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીમાં લાખો ભક્તોને અપાર શ્રદ્ધા છે એ વાતને નકારી શકાય નહીં.