BHUJ : કચ્છ જિલ્લાના ભુજ નજીકના માધાપર ગામે 27 તારીખે એક રબારી યુવકની થયેલી હત્યાના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે. મુસ્લિમ યુવક દ્વારા થયેલી હત્યાના પગલે ભારેલા અગ્ની જેવી સ્થિતી સર્જાણી હતી. જો કે મામલો થાડે પડ્યા બાદ આજે સમાજે સમગ્ર કેસમાં ન્યાયીક તપાસની માંગ કરી હત્યા અંગત અદાવતમાં નહી પરંતુ કાવત્રુ કરી યુવકની હત્યા થઇ હોવાનુ સ્પષ્ટ કરી પોલિસને ન્યાયીક તપાસ કરવા માટેનુ આવેદનપત્ર આપ્યુ હતુ.
ભુજમાં જયનગરથી કલેકટર કચેરી સુધી મોટી સંખ્યામાં રબારી સમાજે મૌન રેલી કાઢી હતી અને મૃતક પરેશ રબારીના હત્યા કેસની ન્યાયીક તપાસની માંગ કરી હતી.27 તારીખે હત્યા બાદ મસ્જિદમાં થયેલી તોડફોડમાં પણ સમાજના વ્યક્તિઓની સંડોવણી હોવાનું જણાવી મુસ્લિમ કે કોઇપણ સમાજના અસામાજીક તત્વોની સંડોવણી અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગ રબારી સમાજ દ્વારા કરવામાં આવી હતી.
સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને લઇ તપાસ CID ક્રાઇમને સોંપવાની માંગ કરી સમાજના આગેવાનોએ હત્યા કરવા પાછળ તમામ સંડોવણીકારો સામે કડક કાર્યવાહી થાય તેમ જણાવ્યુ હતુ. સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો મૌન રેલીમાં તથા મૃતક યુવકને શ્રધ્ધાજંલી આપવા માટે એકઠા થયા હતા.
થરાદમાં પાંચ લોકોએ કેનાલમાં કૂદી આત્મહત્યા કર્યાની આશંકા
બનાસકાંઠાના થરાદ પાસે કેનાલમાં પાંચ જણાએ ઝંપલાવ્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી જાણકારી અનુસાર સણધર પાસ ત્રણ બાળકો સાથે મહિલા અને પુરુષે કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાંથી બે બાળકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને અન્ય ત્રણ જણાની શોધખોળ ચાલી રહી છે.
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ
રાજ્યમા આજે અને આવતીકાલે ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના મતે આજે 17 જિલ્લામાં ભારે વરસાદ પડશે..જેમાં અમદાવાદ,ગાંધીનગર, ખેડા, સુરેંદ્રનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, બોટાદ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં વરસાદ પડશે. તો આવતીકાલે પણ ડાંગ,તાપી અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.