KUTCH : કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ‘સરહદ ડેરી’એ તેના પશુપાલકોને મોટી ભેટ આપી છે.  સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સરહદ ડેરીના નવા નિયામક મંડળે નવો નિર્ણય લીધો છે. સરહદ ડેરી દ્વારા પ્રતિ ફેટ કિલો 10નો વધારો કરી નવા ભાવ પ્રતિ 720 પશુપાલકોને ચુક્કવાનું દૂધ સંઘ નક્કી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પશુપાલકોને ભેંસના દૂધના 7% ફેટના પ્રતિ લીટર રૂપિયા 50.50 મળતા થઈ જશે.આ નવા ભાવો મુજબ  પશુપાલકોને માસિક 1 કરોડ રૂપિયા વધુ ચુકવણું કરવામાં આવશે. 


 
બનાસડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય
એશિયાની સૌથી મોટી બનાસડેરીએ પશુપાલકો માટે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય લેતા બનાસડેરીએ  દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કર્યો છે. બનાસડેરીએ છેલ્લા 3  મહિનામાં ત્રીજીવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. 3  મહિનામાં બનાસડેરીએ પ્રતિકીલો ફેટે 50 રૂપિયા જેટલો વધારો કર્યો છે. બનાસડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાનો લાભ ડેરી સાથે સંકળાયેલા 4 લાખ જેટલા પશુપાલકોને થશે. ઘાસચારા સહિત ખેત પેદાશોમાં ભાવ વધતા પશુપાલકોને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે બનાસડેરીએ ગયા મહિને જ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો વધારો કર્યો હતો. 


આંધ્રમાં બનાસ ડેરીની શ્વેત ક્રાંતિ 
એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક બનાસ ડેરીએ હવે દક્ષિણ ભારતમાં પણ તેની પહોંચ મજબૂત કરવાનું શરૂ કર્યું છે. ડેરીએ આંધ્રપ્રદેશમાં ચિલિંગ સેન્ટર શરૂ કર્યું છે અને તેની સાથે તે રાજ્યના 6 જિલ્લામાં પહોંચશે. ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીની આ વધુ એક મોટી સિદ્ધિ ગણાય છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતની બાગડોર સંભાળી ત્યારથી ડેરીનો ઘણો વિકાસ થયો છે.


ડેરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસકાંઠાની જેમ દેશના અન્ય રાજ્યોના ખેડૂતોને પણ પશુપાલનના વ્યવસાય થકી આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનાવવા એશિયાની સૌથી મોટી અને શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક બનાસ ડેરી ભગીરથ કાર્ય કરે  છે.