Lumpy virus: લમ્પી વાયરસના આતંકથી કચ્છમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં ગૌવંશના મૃત્યુ થયાના અહેવાલ સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. ભુજ નગરપાલિકાની ગોર બેદરકારી સામે આવી છે. ભુજ શહેરના પાલિકાના ડમ્પીંગ સ્ટેશન ઉપર જોવા મળેલી મૃતક ગાયોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બીજ તરફ મૃતક ગાયોના સવાલથી ભુજ નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરએ ગોળ ગોળ વાતો કરી વાતને ટાળી હતી.
તો બીજી તરફ ગાયોના મોતને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષ આકરા પાણીએ છે. કચ્છ કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભુજ નગરપાલિકાના નાગોર રોડ ઉપરથી જે મૃત ગાયોના વીડિયો આવ્યા છે તે હદયને કપાઈ દે તેવા છે. આ મૃત ગાયોનો નિકાલ તાત્કાલિક કરવામાં આવે. સરકાર અને તંત્ર મેળાઓ અને ઉત્સવમાં જેટલી તત્પરતા બતાવે છે પંરતુ ગાયો માટે કેમ ચૂપ છે. કચ્છ કલેકટર અને વહીવટી તંત્ર દ્વારા મૃત ગાયોનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માગ કરી છે.
સૌરષ્ટ્ર અને કચ્છ પંથકમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે અને રોગચાળો સતત વધી રહ્યો છે ત્યારે સરકાર સબ સલામતના દાવા કરી રહી છે તો વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝાએ કચ્છથી મોરબીની મુલાકાતે પધાર્યા હતા. જ્યાં યુવાનોની બેરોજગારી, નશાખોરી, લઠ્ઠાકાંડ અને લમ્પી વાયરસ મુદે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદ યોજીને વિવિધ મુદે સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા.
મોરબીમાં પણ લમ્પી વાયરસનો રોગચાળો વધતો હોવાની સ્થાનિક આગેવાનોએ માહિતી આપતા તેઓ મોરબીની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓએ લમ્પી વાયરસ રોગ માર્ચ મહિનામાં શરુ થયો છતાં સરકારે ગંભીરતા દાખવી ના હોવાથી રોગચાળો વકર્યો છે. જેથી સરકારને પગલા લેવા ફરજ પાડવા કોંગ્રેસ આગેવાનો કાર્યરત જોવા મળે છે તે ઉપરાંત યુવાનોના રોજગારી મુદે પણ અનેક પ્રહારો કર્યા હતા.
પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે લમ્પી વાયરસને કારણે મૃત્યુ ના થયા હોવાના સરકાર દાવા કરે છે પરંતુ રોગચાળાને પગલે ૨૦ થી ૨૫ હજાર ગાયોના મૃત્યુ થયાનો તેમણે દાવો કર્યો છે ત્યારે આ મુદે ડીબેટ થાય જેમાં સરકારના પ્રતિનિધિ, પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો અને વિપક્ષ બેસે અને ગાયોને મોતથી બચાવવા શુ કરી સકાય તેની ચર્ચા કરવી જરૂરી છે. પાંજરાપોળ અને ગૌશાળાને પ્રતિદિન ૨ થી ૨.૫ લાખનો ખર્ચ હોય જેની પાસે હાલ રૂપિયા નથી, ઘાસચારો નથી એવી સ્થિતિ છે તેમજ સરકાર જાહેરાત કરી રૂપિયા આપતી ના હોય તો સરકાર રૂપિયા ના આપે તો સંસ્થાઓએ આગળ આવી ગૌધનને બચાવવું પડશે.
તે ઉપરાંત યુવાનોના રોજગારી મુદે પણ સરકારને આડેહાથ લીધી હતી. ગોંડલના ગ્રામ્ય પંથકનો યુવાન પરીક્ષાની તૈયારી કરતો હતો જેને આપઘાત કરી લીધો છે યુવાનો આપઘાત કરવા મજબુર બન્યા છે તેમજ નિરાશ થતા યુવાનોને નશાની દુનિયામાં ધકેલી દેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો પણ પ્રદેશ પ્રમુખે કર્યા હતા. તો દેશના વડાપ્રધાન ગુજરાત આવે છે તે પૂર્વે થયેલ લઠ્ઠાકાંડ અને યુવાનોના મોત મામલે એક શબ્દ પણ બોલ્યા ન હોવાનું જણાવ્યું હતું.