બનાસકાંઠા: પાલનપુર પાલિકાના ભાજપ સદસ્યોની ઓડિયો ક્લિપ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પાલનપુર નગરપાલિકામાં ટકાવારી મામલે જીલ્લા પ્રભારીને રજુઆત કરવા અંગેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મહિલા નગરસેવકના પતિ અને નગરસેવકનો ઓડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાલિકાના ઉપપ્રમુખ હસમુખ પઢિયાર અને પૂર્વ પ્રમુખ પતિ સંજય જાની વિરુદ્ધમાં રજુઆત કરતો ઓડિયો વાયરલ થયો છે.
પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર
નગરસેવક સાગર માલી અને નગરસેવીકા જાગૃતિ પંડ્યાના પતિ વચ્ચે થયેલી વાતચીતના ઓડિયોથી રાજકારણ ગરમાયું છે. પાલિકામાં ખોટા ઠરાવ અને ટકાવારીની વાતો આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં ભાજપના નગરસેવકોએ ઉપપ્રમુખ વિરુદ્ધ જીલ્લા પ્રભારી નંદાજી ઠાકોરને રજુઆત કરી છે. પાલનપુર પાલિકા પ્રમુખને હટાવવા ભાજપના જ સદસ્યોએ પેરવી કરી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની રાવ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બન્ને ક્લિપમાં ઉપપ્રમુખને ટાર્ગેટ બનાવી રજુઆત
પાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત 1 નગર સેવિકાને બદનામ કરવાનો રચાયો કારસો રચાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક કલીપમાં પૂર્વ નગરસેવક વિપુલ મહેતા અને પાણી પુરવઠા ચેરમેન સાગર માળી વાતચીત કરી રહ્યા છે જ્યારે બીજી ક્લિપમાં પૂર્વ નગરસેવક વિપુલ મહેતા અને તેમની નગરસેવિકા પત્ની જાગૃતિબેન મહેતાની વાતચીત સામે આવી છે. બન્ને ક્લિપમાં ઉપપ્રમુખને ટાર્ગેટ બનાવી રજુઆત કરાઈ હોવાની વાતચીત વાયરલ થઈ છે.
આ પણ વાંચો...