24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો આ રહ્યાં વરસાદના આંકડા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Sep 2020 08:59 AM (IST)
એક બાજુ બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરતના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જે જગ્યાએ વરસાદ પડે તે જગ્યાએ ઠંડક પ્રસરી જાય છે પણ જે જગ્યા વરસાદ નથી પડતો
એક બાજુ બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરતના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જે જગ્યાએ વરસાદ પડે તે જગ્યાએ ઠંડક પ્રસરી જાય છે પણ જે જગ્યા વરસાદ નથી પડતો ત્યાં ભારે બફારો થાય છે જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ વખતે પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે ત્યાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 31 તાલુકાઓમા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના સાયલા અને અમરેલીના ધારીમાં નોંધાયો હતો. સાયલામાં 64 મીમી અને ધારીમાં 42 મીમી વરસાદ ખાબક્યો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં 64 મીમી, અમરેલીના ધારીમાં 42 મીમી, સુરેન્દ્રનગરના મુળી અને મોરબીના માળિયા હાટિનામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ નોંધાયો, મોરબીના હળવદમાં 33 મીમી જામનગર શહેરમાં 20 મીમી આ ઉપરાંત ગુજરાતના ઘણાં વિસ્તારોમાં હળવા ઝાપટાં નોંધયા હતાં. ગુજરાતમાં આ વખતે 124 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું.