આ બે શહેરોમાં પડી શકે છે ધોધમાર વરસાદ? વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Jul 2020 08:19 AM (IST)
ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય થયું છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે.
ગાંધીનગર: ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય થયું છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. દમણ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે. જોકે દમણ અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડે તેવું અમારું અનુમાન છે.