Ambalal Patel Forecast:  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 9 થી 13 ઓગસ્ટ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. તેમના આંકલન મુજબ, 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે.


અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.  આ સિવાય ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરાઈ છે.




અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 12 અને 13 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 અને 17 તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે. 21 ઓગસ્ટે ડિપ ડિપ્રેશનની સ્થિતિ મજબૂત બનશે, જેનાથી સારો વરસાદ થશે.



ગુજરાતમાં સિઝનનો સરેરાશ 80 ટકા વરસાદ


ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હજુ 5 દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 251માંથી 152 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ 135.78 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા જ્યારે ઈંચની રીતે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 41 ઈંચ નોંધાયો છે. રાજ્યમાં પાંચ ઈંચથી ઓછો વરસાદ હોય તેવો એકપણ તાલુકો નથી. છ તાલુકમાં 5 થી 10 ઈંચ, 93 તાલુકામાં 10 થી 20 ઈંચ, 106 તાલુકામાં 20 થી 40 ઈંચ, જ્યારે 46 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.


આ પણ વાંચોઃ


Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ ? છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં મેઘમહેર