ભારત જોડો યાત્રાની જેમ કૉંગ્રેસ રાજ્યમાં ગુજરાત જોડો યાત્રા શરૂ કરશે. મળતી જાણકારી અનુસાર, વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કૉંગ્રેસ સક્રીય થઇ છે.  'હાથ સે હાથ જુડે' ના બેનર હેઠળ ફરી કોગ્રેસ ફરી બેઠા થવાનો પ્રયાસ કરી રહી છે.


કૉંગ્રેસનું આ હાથ સે હાથ જુડે અભિયાન ત્રણ મહિના સુધી ચાલશે.  દરેક તાલુકા પંચાયતની બેઠકથી લઈને વિધાનસભા બેઠક વિસ્તારમાં કૉંગ્રેસની યાત્રા ફરશે. 15 જાન્યુઆરીથી કૉંગ્રેસ આ યાત્રાનો પ્રારંભ કરશે. આ અભિયાન અંતર્ગત પ્રમુખ અને પ્રભારી અધ્યક્ષતામાં એક બેઠક મળશે. જેમાં રાજ્યભરના કૉંગ્રેસના આગેવાનો અને નેતાઓ હાજર રહેશે.


Coronavirus Crisis: શું ભારત જોડો યાત્રાથી ફેલાઇ રહ્યો છે કોરોના? રાહુલ ગાંધીને સ્વાસ્થ્ય મંત્રીએ લખ્યો પત્ર, કહ્યુ- '...તો રદ્દ કરો યાત્રા'


Coronavirus Crisis In India: કોરોના વાયરસ ફરી એકવાર ચીન સહિત વિશ્વના તમામ દેશોમાં ફેલાયો છે. ચીનની સ્થિતિને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ​​એટલે કે બુધવારે (21 ડિસેમ્બર) કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 'ભારત જોડો યાત્રા' મોકૂફ રાખવાની અપીલ કરી છે


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખીને ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, જો આ શક્ય ન હોય તો દેશના હિતમાં યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવે.


કોવિડના નિયમોનું પાલન કરવું જોઈએ




 



પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ 'ભારત જોડો યાત્રા' દ્વારા કોરોના ફેલાવવાના જોખમ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, "કોરોના મહામારી એ જાહેર કટોકટી હોવાથી દેશના હિતમાં 'ભારત જોડો યાત્રા'ને સ્થગિત કરવાનો નિર્ણય લેવો જોઇએ. રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે તેવી વ્યવસ્થા કરવામાં આવે. આ સિવાય માત્ર એવા લોકોને જ યાત્રામાં સામેલ કરવા જેમણે કોરોનાની રસી લીધી હોય