જૂનાગઢ: શહેરમાં આવેલા સક્કરબાગમાં સિંહની આંખની સફળ સર્જરી કરવામાં આવી છે. જામવાળા વિસ્તારના સિંહને સર્જરી માટે સક્કરબાગ લાવવમાં આવ્યો હતો. જ્યાં નેત્રમણી બેસાડી જંગલના રાજાને નવી દ્રષ્ટિ આપવામાં આવી. આંખના સર્જન અને વેટરનરી તબીબોએ સર્જરી કરી સિંહને નવી દ્રષ્ટી પ્રદાન કર હતી. આ સર્જરીની કેટલીક તસવીરો સામે આવી છે.


આ બે શહેર વચ્ચે દોડશે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન, ગુજરાત સાથે છે ખાસ કનેક્શન


Regional Rapid Rail: દિલ્હી અને મેરઠ વચ્ચે દેશની પ્રથમ રીજનલ રેપિડ રેલ દોડશે. જેનું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. તમને જણાવી દઇએ કે, આ રીજનલ રેપિડ રેલના કોચ વડોદરા જિલ્લાના સાવલી મંજુસર જીઆઇડીસી સ્થિત અલસ્ટોમ કંપનીમાં તૈયાર કરવામાં આવ્યા છે. દિલ્હી-મેરઠ વચ્ચે સૌથી પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન દોડશે. તબક્કાવાર 35 ટ્રેન સેટ (210 કોચ) સાવલીથી રવાના કરવામાં આવશે. નોંધનિય છે કે, દેશની આ ફર્સ્ટ સેમી હાઈસ્પીડ ટ્રેન મુસાફરોને 'એર ટ્રાવેલ' જેવી ફિલિંગ આપશે. 


આ ટ્રેનના બધા કોચ વડોદરાના સાવલીમાં બનાવવામાં આવ્યા છે. આ ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની એવરેજ સ્પીડ પ્રમાણે ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા નીતિ હેઠળ વડોદરા સાવલી પ્લાન્ટમાં RRTSની તમામ ટ્રેનનું નિર્માણ કરાશે. ભારત સરકારના નિવાસ અને શહેરી મંત્રાલયના સચિવ ઉપસ્થિતિમાં આ ટ્રેનના સેટ રાષ્ટ્રીય રાજધાની પરિવહન ક્ષેત્ર (NCRTC)ને સોપવામાં આવ્યા હતા. પ્રથમ ટ્રેન બોર્ડ ટ્રેલર પર રાખી 14 મેની આસપાસ ઉત્તર પ્રદેશના જિલ્લા ગાજીયાબાદ સ્થિત દુહાઈ ડિપોમાં પહોંચી જવાની આશા છે.


અમદાવાદ- કચ્છ હાઇવે 27 કલાકથી બંધ, વાહનોની લાંબી કતારો લાગી


સુરેન્દ્રનગર: માલવણ હાઇવે પર થયેલા અકસ્માતને 27 કલાક થવા છતાં હજુ અમદાવાદ કચ્છ હાઇવે બંધ છે. નોંધનિય છે કે, અકસ્માત થયાને 27 કલાક થવા છતાં હજુ આગમાં બળીને ખાખ થયેલ વાહનોને રસ્તા ઉપરથી દુર કરાયા નથી જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. ટ્રક અને ટેલર વચ્ચે અકસ્માતને 27 કલાક થવા છતાં હજુ હાઇવે બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ટાફિકના કારણે દૂર દૂર સુધી વાહનોની કતારો લાગી છે. ફાયર વિભાગ l&tના કર્મચારીઓ વાહનોને હટાવવા માટે કામગીરીમાં લાગ્યા છે.