ડાંગ: રાજ્યની 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. આ જિલ્લા પંચાયતો પૈકી ડાંગ જિલ્લા પંચાયતની 18 માંથી 17 ઉપર ભાજપની જીત થઈ છે. કૉંગ્રેસના ફાળે માત્ર એક બેઠક ગઈ છે. ડાંગ જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.
ડાંગની ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. આહવા તાલુકા પંચાયતની 16 બેઠક માંથી 13 ઉપર ભાજપની જીત થઈ છે. જ્યારે વઘઇ તાલુકા પંચાયત ની 16 માંથી 14 બેઠકો ભાજપને મળી છે, સુબિર તાલુકા પંચાયત ની 16 બેઠક માંથી 14 બેઠકો પર ભાજપે જીત મેળવી છે.
ડાંગ જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો સંપૂર્ણ વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Mar 2021 08:22 PM (IST)
ડાંગ જિલ્લા પંચાયતની 18 માંથી 17 ઉપર ભાજપની જીત થઈ છે. કૉંગ્રેસના ફાળે માત્ર એક બેઠક ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -