પાટણ:રાજ્યમાં સતત હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે ત્યારે પાટણના ખોડલધામ ભૂમિપૂજન માટે ઉપસ્થિત રહેલા આનંદી બેન પટેલે પ્રાસંગિક સંબોધન કરતા હાર્ટ અટેકની ઘટનાઓનો પણ ઉલ્લેખય કર્યું હતું, જાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શું કહ્યું
નાની વયે આવતા હાર્ટ અટેક મુદ્દે આનંદીબેન શું બોલ્યા?
પાટણમાં ખોડલધામ ભૂમિ પૂજનના અવસરે ઉપસ્થિત પૂર્ણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દેશમાં વધી રહેલા હાર્ટ અટેકના કિસ્સાનો પણ પ્રાસંગિક સંબોધન કરતા ઉલ્લેખ કર્યો હતો. આનંદીબેનએ કહ્યું કે, “દેશમાં અનેક લોકોના મોત હાર્ટ અટેકથી થઈ રહ્યા છે, નવરાત્રિમાં કેટલાક લોકોના મોત હાર્ટ અટેકથી થયા,આ સમગ્ર બાબતનું એનાલીસીસ થવું જરૂરી છે. ગરબા રમતા સમયે હાર્ટ અટેકથી મોતની ઘટના વધી છે. કેમ હાર્ટ અટેકના કેસ વધ્યા તેનું એનાલીસીસ જરૂરી છે. કોરોનાના કારણે હાર્ટ અટેકના કેસ વધ્યા તે વાત ખોટી છે. 'એક વર્ષમાં કેટલા યુવાનોનું હાર્ટ અટેકથી મોત થયું તેનું એનાલીસીસ જરૂરી છે'.
ઉલ્લેખનિય છે કે,આજે લેઉવા પાટીદાર સમાજ માટે એક ખુશીનો દિવસ છે કેમ કે આજે પાટણમાં એક વધુ ખોડલધામ બનવા જઇ રહ્યું છે. પાટણના સંડેરમાં બની રહેલા આ નવા ખોડલધામની આજે શિલાન્યાસ વિધિ પૂર્ણ થઇ છે, સંડેરનું અને ખોડલધામ સંકુલ સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ ભવ્ય હશે. ખાસ વાત છે કે, અહીં વિવિધ પ્રકલ્પોનો પણ લાભ લઇ શકાશે. આ ખાસ શિલાન્યાસ વિધિમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ પણ સામેલ થયા હતા.
આજે દુર્ષાષ્ટમી છે અને આજનો દિવસ સમગ્ર લેઉવા પટેલ સમાજ માટે ખુશીનો દિવસ પણ બન્યો છે. આજે સંડેર ખાતે ખોડલધામ સંકુલની શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ છે. ખોડલધામ સંડેર ખાતે માં ખોડલના મંદિર સાથે શિક્ષણ, આરોગ્ય અને કૃષિના વિવિધ પ્રકલ્પો પણ ઊભા કરાશે. સંડેર બાદ હવે અમદાવાદમાં પણ નજીકના સમયમાં ખોડલધામનો શિલાન્યાસ કરવામાં આવશે. અમદાવાદ બાદ સ્ટેચ્યૂ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ખોડલધામનો શિલાન્યાસ કરવામાં આવશે. આગામી 21 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે એક વિશાળ કેન્સર હૉસ્પીટલનું શિલાન્યાસ કરવાનું પણ આયોજન છે. આનાથી માત્ર લેઉવા પટેલ સામજ જ નહીં પણ રાષ્ટ્રસેવાની નેમ સાથે તમામ સમાજના લોકો ખોડલધામના વિવિધ પ્રકલ્પોનો લાભ લઈ શકશે.