Navratri 2023: દેશભરમાં અત્યારે નવરાત્રિનો માહોલ જામ્યો છે, ગુજરાતમાં નવરાત્રિના ગરબાનો માહોલ જબરદસ્ત જામ્યો છે. મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે અમેરિકામાંથી ખાસ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ગુજરાતી સમાજ નવરાત્રિમાં ગરબાના તાલે ઝૂમી રહ્યાં છે. આ ખાસ નવરાત્રિ યુએસએના પૉર્ટલેન્ડમાં યોજાઇ રહી છે. 




કહેવાય છે ને કે જ્યાં જયાં રહે ગુજરાતી ત્યાં ત્યાં સદાય વસે ગુજરાત, આવુ જ આજે અમેરિકામાં જોવા મળ્યું છે. અમેરિકામાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે, અને ત્યાં ગુજરાતની જેમ તમામ તહેવારો અને ઉત્સવોનો આનંદ પણ માણે છે.




ગઇકાલે રાત્રે અમેરિકાના પૉર્ટલેન્ડમાંથી ખાસ નવરાત્રિના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યાં ગુજરાતી સમાજ એકઠો થઇને ધામધૂમથી પૉર્ટલેન્ડમાં નવરાત્રિ મનાવી રહ્યો છે, અને ગરબાના તાલે ઝૂમી રહ્યો છે. પૉર્ટલેન્ડ ઉપરાંત પણ અમેરિકામાં અન્ય જગ્યાઓએ પણ નવરાત્રિની ઉજવણી થઇ રહી છે. 




આજે દુર્ગાષ્ટમીનો પવિત્ર દિવસ છે, દુર્ગા અષ્ટમીના દિવસે માં દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આજના આઠમા દિવસે લોકો ઠેર ઠેર પોતાના કુળદેવી અને અન્ય દેવીઓને રિઝવવાનો પ્રયાસ કરે છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના મોટા મંદિરોમાં ભક્તોની ભારે ભીડા એકઠી થઇ છે. જગતજનની આરાસુરી માતાજી અંબાજી, પાવગઢ, બહુચરાજી સહિતના મોટા મંદિરોમાં માઇભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. આજે મંદિરોમાં માતાજીનો વિશેષ ફૂલોનો શૃંગાર કરવામાં આવ્યો છે. માતાજીની એક ઝલક મેળવવા ભક્તોની ભીડ છે.  


નવરાત્રિ દરમિયાન દુર્ગા અષ્ટમીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આજે દુર્ગા અષ્ટમીનું પર્વ ગુજરાતમાં ઠેર ઠેર મનાવવામાં આવી રહ્યું છે. આજે માતાજીનું ખાસ નૈવેધ, હવન અને મહાપ્રસાદ થશે. માતાજીના દર્શન કરવા ઠેર ઠેરથી મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. દુર્ગા અષ્ટમીના દિવસે માં દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાષ્ટમીના દિવસે કુન્યા પૂજા પણ કરવામાં આવે છે. આ પ્રસંગે અપરિણીત છોકરી અથવા નાની છોકરીને દેવી દુર્ગાની જેમ શણગારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.