પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગુજરાતના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે.
પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા
પત્રકાર ઇસુદાન ગઢીએ ગુજરાત આવેલ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. તેમનું આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું લગભગ નક્કી છે.
- થોડીવારમાં કેજરીવાલ પહોંચશે વલ્લભ સદન
- AAP ની ગુજરાતમાં રાજનીતિની શરૂઆત મંદિર માંથી શરુ
- કેજરીવાલ વલ્લભ સદન શ્રી નાથજીના મંદિરથી કરશે પ્રેસ કોન્ફરન્સ
- AAP દ્વારા AAP ના કાર્યાલય બદલે મંદિરમાં પ્રેસ કોન્ફ્રન્સ
- AAP નો રાજનીતિ માટે મંદિરનો ઉપયોગ
- વલ્લભ સદન શ્રીજી ચરણમાં પૂજન અર્ચન કરશે કેજરીવાલ
- પૂજન અર્ચન કર્યા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધિત કરશે
અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચી ગયા છે. અહીં તેમણે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા બેઠકમાં હાજર રહ્યા છે. પ્રભારી ગુલાબસિંહ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા છે. ગુજરાતની હાલની સ્થિતિ અંગે કરાઈ રહી છે ચર્ચા. અંદાજે એક કલાક જેટલો સમય કેજરીવાલ સર્કિટ હાઉસ ખાતે રોકાશે.
બ્રેકગ્રાઉન્ડ
દિલ્લીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવી રહ્યા છે. સવારે 10 વાગ્યે અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચશે. તેઓ પહેલાં સર્કિટ હાઉસ જશે. ત્યારબાદ શહેરના આશ્રમ રોડ પર બનેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને પત્રકાર ઈસુદાન ગઢવી સહિત કેટલાક મોટા ચહેરા આપમાં જોડાય તેવી શક્યતા છે.
જો કે ગુજરાત આવતા પહેલા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આપ્યું નવું સૂત્ર..'હવે બદલાશે ગુજરાત'. ટ્વીટમાં એ પણ લખ્યું, ‘આવી રહ્યો છું ગુજરાત, ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ’. કેજરીવાલ આપના કાર્યાલયનું ઉદ્ધાટન કરી પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જીત મેળવનાર લોકોને પણ મળશે.
ગુજરાતના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -