- Home
-
સમાચાર
-
ગુજરાત
ગાંધીનગરઃ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ,BTP મતદાનથી દૂર રહેતા ભાજપના ત્રણેય ઉમેદવારની જીત નક્કી
ગાંધીનગરઃ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ,BTP મતદાનથી દૂર રહેતા ભાજપના ત્રણેય ઉમેદવારની જીત નક્કી
ભાજપ અને કોગ્રેંસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપી દીધો છે.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
19 Jun 2020 04:14 PM
ભાજપના ઉમેદવાર રમીલાબેન બારાનું મોટું નિવેદન, કહ્યું આદિવાસીઓના વિકાસ માટે ભાજપ સરકારે ખૂબ જ સારા પગલા લીધ છે અને સારા કાર્યો કર્યા છે.
રાજ્યસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો માટે 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ હતું. બીટીપીએ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યું નહોતું. બીટીપીના ધારાસભ્ય બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવા મતદાનથી દૂર રહ્યા હતા. આ સાથે ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઇ ગઇ છે.
હાલ સુધી ક્રોસ વોટ કે બીજી ગેરરીતિની કોઈ ફરીયાદ નોંધાય નથી.
કોંગ્રેસના ધારાસભ્યોનુ મતદાન ચાલુ.
બીટીપીના બંને ધારાસભ્યોનુ મતદાન બાકી.
ભાજપના તમામ ધારાસભ્યોનુ મતદાન પુર્ણ.
કોંગ્રેસના ધારાસભ્યોનો છેલ્લો જથ્થો વિધાનસભા પહોચ્યો. કોંગ્રેસ અગ્રણી જગદીશ ઠાકોર અને જયરાજ સિંહ પરમારની આગેવાનીમાં 14 ધારાસભ્યો પહોચ્યા હતા.
ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર બાદ હવે કૉંગ્રેસ ના નેતાઓ પણ BTP ના બે ધારાસભ્ય સાથે કરશે બેઠક. BTP ધારાસભ્યોને મનાવવા કોંગ્રેસની કવાયત. કૉંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ BTPના નારાજ ધારાસભ્યની મુલાકાતે. છોટુ વસાવાના નિવાસસ્થાને બંધ બારણે બેઠક શરૂ.
ઈમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્યએ મતદાન કર્યું.
ભાજપના ધારાસભ્ય આશા પટેલે પણ મતદાન કર્યું.
કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખએ પણ મતદાન કર્યું.
કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે પણ મતદાન કર્યું.
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું.
કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોર એ મતદાન કર્યું.
કોંગ્રેસના ધારાસભ્ય નાથાભાઈ પટેલે મતદાન કર્યું.
બળદેવજી ઠાકોર અને કિરીટ પટેલે મતદાન કર્યું.
કૉંગ્રેસનાં ધારાસભ્ય બાબુભાઈ વાજાએ મતદાન કર્યું.
સિદ્ધાર્થ પટેલ, ઈન્દ્રવિજય સિંહ ગોહિલ, રાજીવ રાતવ પહોંચ્યા છોટુ વસાવાને ત્યાં.
અત્યાર સુધીમાં કુલ 108 જેટલા ધારાસભ્યો એ મતદા્ન કર્યું. કૉંગ્રેસના 52 જેટલા ધારાસભ્ય આપી ચુક્યા છે મત.
અર્જુન મોઢવાડીયા નિવેદન: બન્ને બેઠકો અમે જીતીશુ. બીટીપીનું અમારી સાથે પ્રી પોલ એલાઇન્સ છે. બન્ને મતો અમને મળશે.
કોંગ્રેસના ધારાસભ્યોની ત્રીજી બસ આવી.
તળાજાનાં ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ મતદાન કર્યું.
NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાઃ મેં પક્ષના વહીપ અનુસાર મત આપ્યો. કોને મત આપ્યો તે ગોપનીય બાબત છે,આપ તે મને ના પૂછી શકો.
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મતદાન કર્યું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કર્યુ.
મંત્રી વાસણ આહિરે મતદાન કર્યું.
મંત્રી જવાહર ચાવડાએ મતદાન કર્યું
ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ અને નિકોલ એમએલએ જગદીશ પંચાલે મતદાન કર્યુ. 30થી વધુ બીજેપીના ધારાસભ્યોએ મતદાન કર્યું.
ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી વ્હીલચેરમાં મદતાન કરવા પહોંચ્યા.
એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા થોડી જ ક્ષણોમાં મતદાન કરવા પહોચશે.
ભાજપ ધારાસભ્યોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બન્ને ઉમેદવારોની જીત નિશ્ચિત છે. સીએમ નાં દાવાઓ પોકળ છે: વિરજી ઠુમ્મર
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી વિધાનસભા પોહચ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોચ્યાં. મુખ્યમંત્રીએ કહ્યું કે, બીજેપીના ત્રણે ઉમેદવારો વિજયી બનશે. કોંગ્રેસ ગઈકાલથી જ હાર ભાળી ગઈ છે.
રઘુ દેસાઈ એ મતદાન કર્યું.
કૉંગ્રેસનાં 17 થી 18 જેટલા ધારાસભ્યોએ મતદાન કર્યું.
કેસરીસિંહ વતી શંકર ચૌધરીએ મતદાન કર્યુ.
ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વિધાનસભા પહોચ્યા.
વિક્રમ માડમે મતદાન કર્યું.
બાબુ બોખિરીયા મતદાન કરી ને નીકળ્યા.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મતદાન દરમિયાન બહાર નીકળીને હાઈ કમાન્ડ સાથે ટેલિફોનિક વાતચીત કરી.
મતદાનના અડધો કલાક બાદ તેઓ હાઈકમાન્ડ સાથે વાત કરવા માટે મતદાન કેન્દ્રોની બહાર આવી મોબાઈલ ઉપર વાતચીત કરતા નજરે પડ્યા.
મંત્રી કૌશિક પટેલે મતદાન કર્યું.
કેસરીસિંહ વતી શંકર ચૌધરી સહાયક તરીકે મતદાન કરશે.
રાજ્યસભામાં પ્રથમ મત આર સી ફળદુએ આપ્યો.
રાજ્યસભાની ચૂંટણી અગાઉ હિત નહીં સચવાય તો મતદાન ન કરવાની છોટુ વસાવાની ચીમકી. છોટુ વસાવા અને મહેશ વસાવા મતદાન નહીં કરે તો દરેક ઉમેદવારને જીતવા 34 મતની જરૂર.
ક્રોસ વોટિંગ ન થાય તે માટે ભાજપનો માસ્ટર પ્લાન. કેસરી સિંહ, શંભુસિંહ અને પુરષોત્તમ સોલંકીએ તેમના પ્રતિનિધિઓ પાસે મતદાનની માગી મંજૂરી.
બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવા કોને વોટ આપશે તેને લઈને હજું પણ સસ્પેન્સ.
જિજ્ઞેશ મેવાણીનું કોંગ્રેસને ખુલ્લું સમર્થન.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ કોરોનાના ઘેરા સંકટ અને રાજકીય બદલાવ વચ્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જીતવા છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન માટે ઉજળા સંજોગો છે જયારે કોગ્રેસમાં ભરતસિંહ સોલંકી માટે જીત મેળવવાનો માર્ગ આસાન નથી.
4 બેઠકો માટે ભાજપના અભય ભારદ્વાજ રમીલા બારા અને નરહરિ અમીન મેદાને છે. જ્યારે કૉંગ્રેસ પાર્ટી દ્વારા ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાને ઉતારવામાં આવ્યા છે.
ભાજપ અને કોગ્રેંસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપી દીધો છે. જો કે ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હીપ આપ્યો હોવા છતા ૮ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યુ હતુ. આ વખતે પણ બન્ને પક્ષને ક્રોસ વોટીંગનો ભય સતાવી રહ્યો છે.
આજે યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં સવારે 9 કલાકે મતદાન શરૂ થશે. મતદાન પહેલા એન્ટ્રી સ્થળ પર તમામ લોકોનું હેલ્થ ચેકિંગ કરવામાં આવશે. આ માટે આરોગ્યની ટિમ સ્થલ પર હાજર રહેશે. તમામ લોકોનું સ્ક્રીનીંગ થયા બાદ જ એન્ટ્રી મળશે.