PM મોદીએ ગુજરાતને આપી કરોડોની ભેટ, ગાંધીનગર રેલવે સ્ટેશનનું કર્યું ઉદ્ધાટન

PM Modi Railway Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં રેલવેની ઘણી પ્રમુખ પરિયોજનાનું ઉદ્ધાટન કરશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 16 Jul 2021 06:30 PM

બ્રેકગ્રાઉન્ડ

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે સાંજે ચાર વાગ્યે વીડિયો કોંફ્રેસના માધ્યમથી ગુજરાતમાં રેલવેની ઘણી પ્રમુખ પરિયોજનાનું ઉદ્ધાટન કરશે. અને અન્ય પરિયોજનાને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે સાયન્સ સિટીમાં એક્વિટિક્સ...More

એક્વેટિક ગેલરી એશિયાની ટોપ એક્વેરિયમમાંની એકઃ વડાપ્રધાન મોદી

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે સાયન્સ સિટીમાં બનેલી એક્વેટિક ગેલેરી તો આનંદિત કરનારી છે. આ દેશ જ નહીં આખા એશિયાની ટોપની એક્વેરિયમ છે. એક જ સ્થળ પર સમુદ્રી જૈવ વિવિધતાના દર્શન કરી શકો છો. રોબોટિક્સ ગેલેરીમાં રોબોટ્સની સાથે વાતચીત આકર્ષણનું કેન્દ્ર છે તો સાથે આ રોબોટિક્સના ક્ષેત્રમાં કામ કરનારા આપણા યુવાઓને પ્રેરિત કરશે. બાળકોના મનમાં જીજ્ઞાસા જાગશે