LIVE Updates: ભાવનગરની એક સ્કૂલમાંથી ખાલી 21 પ્રશ્નપત્રો ચોરાયા ને હજારો વિદ્યાર્થીઓ ધંધે લાગી ગયા
રાજ્યમાં 22 અને 23 એપ્રિલની ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે. ધોરણ સાતનું આજે વિજ્ઞાનનું પેપર અને આવતીકાલનું સામાજિક વિજ્ઞાનનું પેપર રદ કરાયાની પુષ્ટી કરવામાં આવી છે.
ધોરણ સાતના દરેક વિષયના ત્રણ-ત્રણ પ્રશ્નપત્ર, ધોરણ આઠના ગુજરાતી વિષયના એક પેપરની ચોરી કરવામાં આવી છે. ધોરણ સાતના કુલ 21 પ્રશ્નપત્ર, ધોરણ આઠના એક પેપરની ચોરી કરવામાં આવી છે. રાજ્યમાં ધોરણ સાતના વિજ્ઞાનનું અને આવતીકાલનું સામાજિક વિજ્ઞાનનું પેપર રદ કરવામાં આવ્યું છે.
નેસવડ પ્રાથમિક શાળાના રૂમ નંબર 1માંથી ધોરણ 6, 7 અને આઠના પ્રશ્નપત્રની ચોરી કરવામાં આવી હતી. પેપર ચોરનાર અગાસી પર હવાની ઉજાસ માટે મુકવામાં આવેલી બારીમાંથી પ્રવેશ્યા હતા. ઓફિસના દરવાજા અને કબાટના તાળા તોડી પેપરની ચોરી કરવામાં આવી છે. શાળાના આચાર્ય દેવરાજભાઇએ પેપર ચોરી થયાની ફરિયાદ નોંધવી હતી.
બ્રેકગ્રાઉન્ડ
ભાવનગરઃ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી તળાજા તાલુકાની નેસડવ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પત્રો ચોરી થઈ જતા શાળાના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધોરણ સાતના પ્રશ્નપત્રની ચોરીને પગલે રાજ્યમાં 22 અને 23 એપ્રિલની ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે. ધોરણ સાતનું આજે વિજ્ઞાનનું પેપર અને આવતીકાલનું સામાજિક વિજ્ઞાનનું પેપર રદ કરાયાની પુષ્ટી કરવામાં આવી છે. અમરેલી, મહેસાણા અને બોટાદ જિલ્લામાં આજની પરીક્ષા રદ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -