છોટાઉદેપુરના નસવાડીમાં વેહલી સવારથી પાન-મસાલા અને ગુટખા લેવા લોકોએ પડાપડી કરી હતી જેના દ્રશ્યો સામે આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો પાન-મસાલા લેવા માટે લાઈનો લગાવી હતી તે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતાં. પાન પાર્લરની દુકાનો બહાર લાઈનો લાગી તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
પાન-મસાલા લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં વેપારીએ દુકાનનું શટર બંધ કરી દેવાની ફરજ પડી હતી. દુકાનનું શટર બંધ કરવા છતાં દુકાનની બહાર લોકોના ટોળેટોળાં જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ વિમલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી.