સાબરકાંઠા: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સાબરકાંઠાના ઈડર શહેરના વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈડરના તમામ વેપારીઓએ એક સપ્તાહ સુધી એટલે કે સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સાબરકાંઠાના ઈડર શહેરના કોરોના સંક્રમણને અટકાવવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈડરના તમામ વેપારી એસોસિએશનની બેઠક મળી હતી. વાસણ, કાપડ, મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચપ્પ એસોસીએશનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી. જેમાં વેપારીઓએ સ્વ્યંભૂ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઈડરમાં સોમવારથી શનિવાર સુધી એટલે કે એક સપ્તાહ સુધી તમામ દુકાનો બંધ રહેશે. નોંધનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધતા સાબરકાંઠાના એક ગામમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. હાથરોલ ગામમા 16 કોરોના પોઝિટીવ કેસ નોંધાતા એક સપ્તાહ માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈકેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈકેલક્યુલેટ કાર લોન ઈએમઆઈકેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ