હાલ સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારે છૂટ આપી છે ત્યારે રાજ્ય સરકારે સરકારી ઓફિસો માટે લોકડાઉન 4 અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં સરકારી કચેરીઓ રાબેતા મુજબ શરૂ થવાની દિશામાં છે. વર્ગ 1 -2ના કર્મચારીઓએ ફરજીયાત હાજર રહેવું પડશે. અમદાવાદ કન્ટેઈનમેન્ટ ઝો બહાર રહેતા કર્મચારીઓએ પણ ઓફિસ આવવું પડશે.
સરકારી ઓફિસો ફરી શરૂ કરવાને લઈને ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, વર્રગ 1-2ના કર્મચારીઓએ ફરજિયાત ઓફિસ આવવું પડશે. આ ઉપરાંત અમદાવાદ કન્ટેઈનમેન્ટ ઝોન બહાર રહેતા કર્મચારીઓએ પણ ઓફિસ આવવું પડશે. જ્યારે જીલ્લાઓમાં કન્ટેઈનમેન્ટ ઝોન બહાર કચેરી હોય તો 100 ટકા સ્ટાફ રાખવા પડશે.
મહત્વની વાત એ છે કે, જો કચેરીના જવાબદાર અધિકારી ઈચ્છે તો શિફ્ટ પ્રમાણે કર્મચારી અધિકારીઓને બોલાવી શકે છે. જોકે કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં રહેતા કર્મચારીને બોલાવી શકાશે નહીં. વર્ગ 3 અને તેનાથી નિચેના કર્મચારીઓ 50% હાજરી રાખવી.
વધુમાં જણાવ્યું હતું કે, આવશ્યક સેવાઓ સિવાય કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવકી કચેરીઓ હાલ પૂરતી બંધ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોન બહારની અમદાવાદ અને ગાંધીનગર ખાતેની કચેરીઓમાં વર્ગ 1 અને 2ના તમામ અધિકારીઓ અને વર્ગ 3 અને 4ના 50 ટકા કર્મચારીઓ ને ઓફીસ બોલાવી શકાશે.
સરકારી ઓફિસો શરૂ કરવાને લઈને ગુજરાત સરકારે શું કર્યો મહત્વનો નિર્ણય? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 May 2020 10:11 AM (IST)
હાલ સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારે છૂટ આપી છે ત્યારે રાજ્ય સરકારે સરકારી ઓફિસો માટે લોકડાઉન 4 અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -