સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં વહેંચવામાં આવી છે. જેમાં મોટી બસમાં 30 મુસાફરો અને મિની બસમાં 18 મુસાફરો મુસાફરી કરી શકશે.
મુસાફરો ઈ-ટિકિટ અથવા મોબાઈલ ટિકિટ મારફતે મુસાફરી કરે તે માટે રાજ્ય સરકારે અપીલ કરી છે. સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડના ટિકિટ કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડક્ટર પાસેથી પણ ટિકિટ મેળવી શકશે. મુસાફરે સવારીના 30 મિનિટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવું પડશે.