બનાસકાંઠા: બનાસકાંઠાના વાવ તાલુકામાં ફરીવાર તીડનું આક્રમણ થયુ છે. વાવ તાલુકાના કુંડાળીયા ગામે તીડ જોવા મળ્યા છે. જેથી ખેડૂતો ખેતર તરફ દોડી આવ્યા હતા. પવનની દિશા બદલાતા ફરી તીડ વાવ તાલુકા તરફ આવ્યા છે. તીડને ભગાડવા માટે ખેડૂતો થાળી લઈને ખેતરમાં દોડી આવ્યા હતા. તીડના ઝૂંડ આવતા ખેડૂતોના બચેલો જે પાક છે તેને નુકશાન થઇ રહ્યું છે.


થરાદ વિસ્તારમાં તીડ પ્રભાવિત પાક નુકશાન નો સર્વે કરવામાં આવશે. થરાદ તીડ પ્રભાવિત 16 ગામનો 10671 હેક્ટરમાં પાકનો નુકસાન સર્વે હાથ ધરવામાં આવશે. 11 તલાટીઓની ટીમ બનાવી થરાદ તાલુકાના 16 ગામમાં પાક નુકસાન સર્વે કરાશે. ગ્રામપંચાયત સર્વે કરી ખેતીવાડી વિભાગને રિપોર્ટ આપશે.

બનાસકાંઠા જિલ્લામાં તીડનો પ્રકોપ ઓછો થયો છે. ધાનેરા તાલુકામાં છુટાછવાયા તીડ જોવા મળી રહ્યા છે.