Lok sabha 2024 Live Update: રૂપાલા મુદ્દે રાજ્યમાં પોસ્ટર વોર, આ શહેરમાં લાગ્યા સમર્થનમાં બેનર્સ, જાણો અપડેટ્સ

17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે, વધુ ચૂંટણી સંબંધિત અપડેટ્સ જાણીએ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 Apr 2024 01:06 PM
વિવાદાસ્પદ નિવેદન બાદ પરશોતમ રૂપાલાની પહેલી જનસભા

દિલ્હીથી પરત ફર્યા બાદ પરષોતમ રૂપાલાએ લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. પરષોતમ રૂપાલાએ મહિલા સંમેલનમાં મોદી સરકારે મહિલાઓ માટે કરેલા કાર્યો અને યોજનાની વાત કરી હતી. સભાને સંબોધતા કહ્યું કે, “મોદી સરકારે ડિફેન્સ સ્કૂલ દેશની દિકરીઓ માટે ખોલી, ડિફેન્સ સ્કૂલ એક  સમયે માત્ર દીકરા  માટે જ હતી આજે મોદી સરકારે બહેનો માટે તેના દ્વાર ખોલી દીધા.આવી અનેક અદભૂત યોજના દ્રારા મહિલાના વિકાસ માટે મોદી સરકારે કામ કર્યું. માતૃશક્તિ માટે મોદી સરકારમાં અનેક યોજનાઓ શરૂ કરી. પ્રસુતિ મહિલાઓને ડિલિવરી બાદ ઘરે મુકવા જવાની યોજના માત્ર આપણા રાજ્યમાં મોદી સરકારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ શરૂ કરી” પરષોતમ રૂપાલાએ મહિલા સંમેલનનમાં ભાજપ સરકારે મહિલા માટે શરૂ કરેલી યોજનાનો ઉલ્લેખ કર્યો છે.

કોગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર,'મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયા સહિત કર્યાં આ વાયદા

Congress Manifesto 2024: કોંગ્રેસ પાર્ટીએ આજે ​​શુક્રવારે (05 એપ્રિલ) લોકસભા ચૂંટણી 2024 માટે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટો 5 ‘ન્યાય’ અને 25 ‘ગેરન્ટી’ પર આધારિત છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. 


કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું છે?


કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મોટા મુદ્દાઓની વાત કરીએ તો તેમાં કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ, ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા, જાતિ આધારિત વસ્તી ગણતરી, MSPને કાનૂની દરજ્જો, મનરેગાનું 400 રૂપિયાનું વેતન, તપાસ એજન્સીઓનો દુરુપયોગ રોકવા અને પીએમએલએ કાયદામાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. સાથે સચ્ચર સમિતિની ભલામણો લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.


કોંગ્રેસ અનુસાર, તેમના મેનિફેસ્ટોમાં પાર્ટીના પાંચ ન્યાય 'ભાગીદારી ન્યાય', 'ખેડૂત ન્યાય', 'નારી ન્યાય', 'શ્રમિક ન્યાય' અને 'યુવા ન્યાય' પર આધારિત છે. પાર્ટીએ 'યુથ ન્યાય' હેઠળ જે પાંચ ગેરન્ટીની વાત કરી છે તેમાં એક વર્ષ માટે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ હેઠળ યુવાનોને 30 લાખ સરકારી નોકરીઓ અને 1 લાખ રૂપિયા આપવાના વચનનો સમાવેશ થાય છે.

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં પેલેસ રોડ પર આશાપુરા માતાજીના મંદિરે  દર્શન કરીને પરશોતમ રૂપાલાએ  પ્રચાર શરૂ કર્યો છે. આશાપુરા માતાજીના મંદિરે ચુંદડી ચઢાવી ભોગ લગાવ્યો હતો. દિલ્લીથીરાજકોટ પહોંચ્યા બાદ રૂપાલાએ પ્રચાર કાર્ય શરૂ કર્યું છે.

કૉંગ્રેસે વ્યુહાત્મક રીતે ત્રણ ઉમેદવારોના જાહેર કર્યા નામ

ક્ષત્રિય સમાજમાં રોષ વચ્ચે વડોદરાથી ક્ષત્રિય સમાજને આપી ટિકિટ આપવામં આવી છે. જશપાલસિંહ પઢિયારને કૉંગ્રેસે વડોદરાથી ઉમેદવાર બનાવ્યા છે. જૂનાગઢમાં જવાહર ચાવડાની નારાજગીની ચર્ચા વચ્ચે  આહિરને મેદાને ઉતાર્યા છે.કૉંગ્રેસે જૂનાગઢથી હીરાભાઈ જોટવાને  લોકસભાની ટિકિટ  આપી છે. સુરેન્દ્રનગરથી ભાજપના ચુંવાળિયા કોળી ઉમેદવાર સામે કૉંગ્રેસે તળપદા કોળીને  ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરથી કૉંગ્રેસે ઋત્વિક મકવાણાને  ટિકિટ આપી છે.

ભાવનગર શહેર કૉંગ્રેસમાં ગાબડું, 100થી વધુ કાર્યકર્તાએ કેસરિયો કર્યો ધારણ

ભાવનગર શહેર કૉંગ્રેસમાં ગાબડું પડ્યું છે. ભાવનગર શહેર કૉંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે. પૂર્વ નગરસેવક કૌશિક ચાંદલિયા, શારદાબેન વરિયા  ભાજપમાં જોડાયા છે. અલ્પા ગોહિલ, અક્ષય ઝઝડિયા સહિત 100થી વધુ કાર્યકર્તાએ કેસરિયો ધારણ કર્યો છે.

રૂપાલા મુદ્દે રાજકોટમાં શરૂ થયું પોસ્ટર વૉર

રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાના વિવાદિત  નિવેદન બાદ રાજ્યમાં પોસ્ટર શરૂ થઇ છે. રાજકોટ રેલનગર વિસ્તારમાં પદ્મિનીબા વાળાની આગેવાનીમાં પોસ્ટર લગાવાવમાં આવ્યા છે. આ પોસ્ટરમાં રૂપાલાને વોટ ન આપવા અપીલ કરવામાં આવી છે.

વડોદરાથી રૂપાલાને ચૂંટણી મેદાને ઉતારવા ઉઠી માંગ

રૂપાલાના નિવેદનના કારણે સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ સર્જાયો છે ત્યારે પાટીદાર હવે તેમને વડોદરાથી ટિકિટ આપવા માંગણી કરી રહ્યાં છે. વડોદરામાં આયોજીત પાટીદાર સંમેલનમાં રૂપાલને ટિકિટ આપવા અને તેને વિજય બનાવાનો હૂંકાર ભરાયો હતો.

મહેસાણાનામાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો હુંકાર

લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલ એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. મહેસાણામાં તેમને જનસભાને સંબોધતા હૂંકાર કર્યો કે, ભાજપ ભારે બહુમતી સાથે જીતશે. આ સાથે તેમણે એક એવું નિવેદન કર્યું કે, હાસ્યનુ મોજુ ફરી વળ્યું, તેમણે કહ્યું કે, “ઘરમાં મારૂં કે નીતિનભાઈ,બંન્નેમાંથી કોઈનું નથી ચાલતુ”

કોંગ્રેસે વ્યુહાત્મક રીતે ત્રણ ઉમેદવારના જાહેર કર્યા નામ

કોગ્રેસે વડોદરાથી ક્ષત્રિય સમાજને  ટિકિટ આપી છે. જશપાલસિંહને કોંગ્રેસે વડોદરાથી મેદાને ઉતાર્યા છે.જૂનાગઢમાં જવાહર ચાવડાની નારાજગીની ચર્ચા વચ્ચે કૉંગ્રેસે જૂનાગઢથી હીરાભાઈ જોટવાને  લોકસભાની ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરથી ભાજપના ચુંવાળિયા કોળી ઉમેદવાર સામે કૉંગ્રેસે તળપદા કોળીને  ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરથી કૉંગ્રેસે ઋત્વિક મકવાણાને  મેદાન ઉતાર્યાં છે.

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે આવશે ગુજરાત

 


ક્ષત્રિય સમાજ માટે કરેલા નિવેદન બાદ વિરોધનો વંટોળ હજુ શમ્યો નથી. આ મુદે  રાજસ્થાનથી મહિપાલસિંહ મકરાણા આજે ગુજરાત પ્રવાસે આવશે.  તમામ રાજવી પરિવારોના અગ્રણી પણ  ગુજરાત આવશે અને મુદ્દે આગળની કાર્યવાહી માટે રણનિતિ ઘડશે.

રાજકોટમાં કાલે મળશે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક

રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર પરષોતમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ નારાજ છે. આ મુદ્દે આવતી કાલે બેઠક યોજાશે, રાજ્યભરના ક્ષત્રિય સમાજના કોર કમિટીના અગ્રણીઓ હાજર રહેશે. બેઠકમાં આગામી રણનીતિથી લઈને સંમેલન અંગે  ચર્ચા કરવામાં આવશે.

રૂપાલાના સમર્થનમાં PAAS આવ્યું આગળ, લગાવ્યા પોસ્ટર

Lok sabha 2024  Live Update: રાજ્યમાં પરષોતમ રૂપાલાના નિવેદનને લઇને શરૂ થયેલ વિવાદ હજુ સમ્યો નથી. ક્ષત્રિય સમાજના તેમના વિરોધમાં સૂર સંભળાય રહ્યાં છે તો બીજી તરફ તેમના સમર્થનમાં પણ એક વર્ગ સામે આવ્યો છે. આજે રાજકોટના સ્પીડવેલ ચોકમાં રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યાં છે. અહીં PAASએ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવ્યાં છે. પોસ્ટરમાં લખ્યું  છે કે, “હું રૂપાલાની સાથે છું, હું સનાતની છું, હું મોદીની સાથે છું,  આ  લખાણના પોસ્ટર્સ અનેક જગ્યાએ લાગ્યા છે. શહેરભરમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો લગાવવાની PAASની જાહેરાત કરી છે.

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.



બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે. 


17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.                                                     
 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.