Lok Sabha 2024 News: ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે, લગભગ સવારે પાંચ કલાકથી વધુનો સમય વીતી ગયો છે, હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યમાં 11 વાગ્યા સુધી સરેરાશ 24 ટકા મતદાન થયુ છે. તાજા આંકડા પ્રમાણે, સૌથી મોટું ચોંકાવનારી ટકાવારી બનાસકાંઠા મતવિસ્તારમાંથી સામે આવી છે, અહીં સૌથી વધુ 30.27 ટકા નોંધાયુ છે, તો વળી, પોરબંદરમાં સૌથી ઓછુ 19.83 ટકા નોંધાયુ છે. જાણો અહીં સવારે 11 વાગ્યા સુધીના આંકડા.... 


ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યાજોઇ રહી છે, અને હાલમાં ચૂંટણી પંચના તાજા આંકડા પ્રમાણે જાણો સવારે 11 વાગ્યા સુધી ક્યાં કેટલુ મતદાન થયુ.  


11 વાગ્યા સુધીમાં સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયુ છે. આમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર 30.27 ટકા મતદાન નોંધાયુ છે. તો વળી, સૌથી ઓછુ મતદાન પોરબંદરમાં 19.83 ટકા મતદાન થયુ છે. 


અમદાવાદ પૂર્વમાં 21.64 ટકા મતદાન નોંધાયુ.
અમદાવાદ પશ્ચિમમાં 21.15 ટકા મતદાન નોંધાયુ.
અમરેલીમાં 21.89 ટકા મતદાન નોંધાયુ.
આણંદમાં 26.88 ટકા મતદાન નોંધાયુ.
બનાસકાંઠામાં 30.27 ટકા મતદાન નોંધાયુ.
બારડોલીમાં 27.77 ટકા મતદાન નોંધાયુ.
ભરૂચમાં 27.52 ટકા મતદાન નોંધાયુ.
ભાવનગરમાં 22.33 ટકા મતદાન નોંધાયુ.
છોટા ઉદેપુરમાં 26.58 ટકા મતદાન નોંધાયુ.
દાહોદમાં 26.35 ટકા મતદાન નોંધાયુ.
ગાંધીનગરમાં 25.67 ટકા મતદાન નોંધાયુ.
જામનગરમાં 20.85 ટકા મતદાન નોંધાયુ.
જૂનાગઢમાં 23.32 ટકા મતદાન નોંધાયુ.
કચ્છમાં 23.22 ટકા મતદાન નોંધાયુ.
ખેડામાં 23.76 ટકા મતદાન નોંધાયુ.
મહેસાણા બેઠક પર 24.82 ટકા મતદાન નોંધાયુ.
નવસારી બેઠક પર 23.25 ટકા મતદાન નોંધાયુ.
પંચમહાલ બેઠક પર 23.28 ટકા મતદાન નોંધાયુ.
પાટણ બેઠક પર 23.53 ટકા મતદાન નોંધાયુ.
પોરબંદર બેઠક પર 19.83 ટકા મતદાન નોંધાયુ.
રાજકોટ બેઠક પર 24.56 ટકા મતદાન નોંધાયુ.
સાબરકાંઠા બેઠક પર 27.50 ટકા મતદાન નોંધાયુ.
સુરેન્દ્રનગર બેઠક પર 22.76 ટકા મતદાન નોંધાયુ.
વડોદરા બેઠક પર 20.77 ટકા મતદાન નોંધાયુ.
વલસાડ બેઠક પર 28.71 ટકા મતદાન નોંધાયુ.
વિજાપુર વિધાનસભા બેઠક પર 23.06 ટકા મતદાન નોંધાયુ.
ખંભાત વિધાનસભા બેઠક પર 23.84 ટકા મતદાન નોંધાયુ.
પોરબંદર વિધાનસભા બેઠક પર 19 ટકા મતદાન નોંધાયુ.


આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાઇ રહ્યું છે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં વાઘોડીયા વિધાનસભા બેઠક પર 24.60 ટકા મતદાન નોંધાયુ છે, તો માણાવદર વિધાનસભા બેઠક પર 20.90 ટકા મતદાન થયુ છે.