Lok Sabha Election 2024: ગુજરાતમાં સવાર સવારથી મતદારોમાં મતદાનને લઇને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતની તમામ 25 બેઠકો પર જબરદસ્ત રીતે મતદાન થઇ રહ્યું છે. આમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠાની બેઠક પર જોવા મળી રહ્યું છે. તાજા આંકડા પ્રમાણે, ગુજરાતમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર 12 ટકાથી પણ વધુ જોવા મળી રહ્યું છે. અહીંનો આંકડો પ્રથમ બે કલાકમાં જ 12.50 ટકા સુધી પહોંચ્યો છે. 


ગુજરાતની તમામ 25 બેઠકો પર સવારથી મતદાન થઇ રહ્યું છે, ચૂંટણી પંચે પ્રથમ બે કલાકના મતદાનના આંકડા જાહેર કર્યા છે, જેમાં સૌથી વધુ મતદાન અને સૌથી ઓછું મતદાન ક્યાં થઇ રહ્યું છે તે સામે આવ્યુ છે. તાજા આંકડા પ્રમાણે, ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર પ્રથમ બે કલાકમાં સરેરાશ 12.50 ટકા મતદાન નોંધાયુ છે, જે ગુજરાતમાં સૌથી વધુ અને ઝડપી છે, જોકે આનાથી ઉલટુ ગુજરાતમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ ઉપરાંત પોરબંદર બેઠક પર સૌથી ઓછુ મતદાન થઇ રહ્યું છે, આ ત્રણેય બેઠકો પર સવારમાં બે કલાકમાં માત્ર 8 ટકા જેટલું જ મતદાન નોંધાયુ છે. 


સવારે 9 વાગ્યા સુધી અહીં થઇ રહ્યું છે જબરદસ્ત ઝડપી મતદાન, જાણો કઇ બેઠક પર કેટલે પહોંચ્યો આંકડો - 


ચૂંટણી પંચ પ્રમાણે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 10 ટકા મતદાન


અમદાવાદ પૂર્વ બેઠક પર પર સરેરાશ 8 ટકા મતદાન નોંધાયુ 
અમદાવાદ પશ્ચિમ બેઠક પર સરેરાશ 8 ટકા મતદાન નોંધાયુ
અમરેલી બેઠક પર સરેરાશ 9 ટકા મતદાન નોંધાયુ 
આણંદ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
બનાસકાંઠા બેઠક પર સરેરાશ 12.50 ટકા મતદાન નોંધાયુ
બારડોલી બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
ભરુચ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
ભાવનગર બેઠક પર સરેરાશ 9 ટકા મતદાન નોંધાયુ
છોટાઉદેપુર બેઠક પર સરેરાશ 10.50 ટકા મતદાન નોંધાયુ
દાહોદ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
ગાંધીનગર બેઠક પર સરેરાશ 10.30 ટકા મતદાન નોંધાયુ
જામનગર બેઠક પર સરેરાશ 9 ટકા મતદાન નોંધાયુ
જૂનાગઢ બેઠક પર સરેરાશ 9 ટકા મતદાન નોંધાયુ
કચ્છ બેઠક પર સરેરાશ 9 ટકા મતદાન નોંધાયુ
ખેડા બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
મહેસાણા બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
નવસારી બેઠક પર સરેરાશ 9 ટકા મતદાન નોંધાયુ
પોરબંદર બેઠક પર સરેરાશ 8 ટકા મતદાન નોંધાયુ
પંચમહાલ બેઠક પર સરેરાશ 9 ટકા મતદાન નોંધાયુ
પાટણ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
રાજકોટ બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
સાબરકાંઠા બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
સુરેન્દ્રનગર બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
વડોદરા બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
વલસાડ બેઠક પર સરેરાશ 11.30 ટકા મતદાન નોંધાયુ
2 કલાકમાં સૌથી વધારે બનાસકાંઠામાં 12.28 ટકા મતદાન નોંધાયુ
2 કલાકમાં સૌથી ઓછું અમદાવાદ પશ્ચિમ પર 7.23 ટકા મતદાન નોંધાયુ