LokSabha Election: ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાના મતદાનમાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે, આજે સવારે પ્રથમ દોઢ કલાકમાં ઝડપી મતદાન થઇ રહ્યું છે. પ્રથમ દોઢ કલાકમાં ગુજરાતના મતદાનમા ઉછાળો આવ્યો છે અને સરેરાશ મતદાનના ટકાવારી 10 ટકાથી વધુનું નોંધાયુ છે. આજે ગુજરાત સહિત દેશભરમાં 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે.
આજે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. લોકસભાની ચૂંટણીના મતદાનને પ્રથમ દોઢ કલાક પૂર્ણ થયો છે. પ્રથમ દોઢ કલાકમાં ગુજરાતમાં સરેરાશ 10 ટકા મતદાન થયુ છે. આજે ત્રીજા તબક્કા માટે ગુજરાતની 25 બેઠક માટે મતદાન યોજાઇ રહ્યું છે. ખાસ વાત છે કે, લોકસભાની 26 બેઠકોની સાથે સાથે વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાઇ રહી છે.
જાણો પ્રથમ દોઢ કલાકમાં ક્યાં કેટલું થયું મતદાન -
અમદાવાદ પૂર્વ બેઠક પર પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
અમદાવાદ પશ્ચિમ બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
અમરેલી બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
આણંદ બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
બારડોલી બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
ભરૂચ બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
બનાસકાંઠા બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
ભાવનગર બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
છોટા ઉદેપુર બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
દાહોદ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
ગાંધીનગર બેઠક પર સરેરાશ 13 ટકા મતદાન નોંધાયુ
જામનગર બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
જૂનાગઢ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
ખેડા બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
કચ્છ બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
મહેસાણા બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
નવસારી બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
પોરબંદર બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
પંચમહાલ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
પાટણ બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
રાજકોટ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ
સાબરકાંઠા બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
સુરેન્દ્રનગર બેઠક પર સરેરાશ 12 ટકા મતદાન નોંધાયુ
વડોદરા બેઠક પર સરેરાશ 10 ટકા મતદાન નોંધાયુ
વલસાડ બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન નોંધાયુ