Rahul Gandhi Nyay Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગુજરાતમાં અત્યારે ન્યાય યાત્રા ફરી રહી છે, આજે ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે, અને આજે રાહુલ ગાંધી છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં કાર્યકરો સાથે ફરશે, આ દરમિયાન કોંગ્રેસની સાથે સાથે આપ નેતાઓ અને કાર્યકરો સાથે ચૈતર વસાવા પણ આ ન્યાય યાત્રામાં જોડાશે.
આજે ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે. આજે છોટા ઉદેપુરથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રારંભ થશે. આ પછી છોટા ઉદેપુર, ભરૂચ જિલ્લામાં આ ન્યાય યાત્રા ફરશે. AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ આ ન્યાય યાત્રામાં જોડાયા છે. આજે ભરૂચથી AAPના ઉમેદવાર ચૈતર વસાવા ન્યાય યાત્રામાં જોડાશે. નેત્રંગથી કાર્યકર્તાઓ સાથે ચૈતર વસાવા ન્યાય યાત્રામાં જોડાશે. આજે ભરૂચ, ઝંખવાવમાં રાહુલ ગાંધી એક ખાસ કોર્નર મીટિંગ પણ કરશે, આ ઉપરાંત રાહુલ ગાંધી હરસિદ્ધી માતાજીના મંદિરે દર્શન પણ કરશે. આ તમામ કાર્યક્રમ પુરો થયા બાદ માલદા ફાટક ચાર રસ્તા પર રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરશે.
લો થઈ ગયું ફાઈનલ! રાહુલ ગાંધી આ બેઠક પરથી લડશે લોકસભાની ચૂંટણી
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 39 નામોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ કેસી વેણુગોપાલ અને અજય માકને પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીની પ્રથમ યાદી જાહેર કરી. આ યાદીમાં રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ જેવા મોટા નામ સામેલ છે. હકીકતમાં, 2024ની લોકસભા ચૂંટણીની તારીખો આગામી સાત દિવસમાં જાહેર થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ શકે છે. પરંતુ તે પહેલા રાજકીય તાપમાન વધી ગયું છે. તમામ પક્ષો ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં વ્યસ્ત છે. ભાજપે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સિવાય અનેક પ્રાદેશિક પક્ષોએ પણ યાદી જાહેર કરી છે.
કેસી વેણુગોપાલે પત્રકાર પરિષદમાં ઉમેદવારોની યાદી જાહેર કરી. ઉમેદવારોના નામની જાહેરાત કરતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે, ભૂપેશ બઘેલ રાજનાંદગાંવથી ચૂંટણી લડશે. પાર્ટીની પ્રથમ યાદીમાં 15 સામાન્ય ઉમેદવારો અને 24 SC-ST, OBC અને લઘુમતી કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉપરાંત, એવા 12 ઉમેદવારો છે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે.
વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર ચૂંટણી લડશે
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 નામ સામે આવ્યા છે. આમાં વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયથી વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ સામે આવ્યા છે.
કોંગ્રેસે ઉત્તર પ્રદેશની એકપણ બેઠક પર ઉમેદવારની જાહેરાત ન કરી
કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશની બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. પાર્ટી ઈન્ડિયા ગઠબંધન હેઠળ રાજ્યમાં ચૂંટણી લડી રહી છે અને સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 17 બેઠકો આપી છે. આ બેઠકો અમેઠી, રાયબરેલી, પ્રયાગરાજ, વારાણસી, મહારાજગંજ, દેવરિયા, બાંસગાંવ, સીતાપુર, અમરોહા, બુલંદશહર, ગાઝિયાબાદ, કાનપુર, ઝાંસી, બારાબંકી, ફતેહપુર સીકરી, સહારનપુર અને મથુરા છે. જોકે, પાર્ટીએ આમાંથી કોઈપણ ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી.