Lok Sabha Election 2024: ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી 2024 માટેનો ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે. ભાજપ, કોગ્રેસ સહિતના તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. સામાન્ય રીતે આપણે જોઇએ છીએ કે ચૂંટણીમા જીતવા માટે ઉમેદવારો મતદારોને રૂપિયા વહેંચતા હોય છે. આ અંગેના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામા વાયરલ થતા રહે છે પરંતુ રાજ્યના બનાસકાંઠામાં 'ઉલટી ગંગા' જોવા મળી હતી. બનાસકાંઠામાં કોગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા માટે પ્રચાર કરી રહ્યા છે.



ચૂંટણીના સમયે નેતાઓ મતદારોને રૂપિયા વહેચતા હોય છે તેવા દ્રશ્યો સામાન્ય છે પરંતુ બનાસકાંઠામાં તેનાથી વિપરિત સ્થિતિ જોવા મળી હતી. બનાસકાંઠા બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા મતદાતાઓ તેમને રૂપિયા આપવા માટે લાઇનમાં ઉભા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગેનીબેન ઠાકોરની અપીલ પર વિસ્તારના લોકો તેમને રૂપિયા આપી રહ્યા છે. ચૂંટણી ખર્ચ માટે ગેનીબેનની જોળી નાગરિકોએ રૂપિયાથી ભરી હતી. 


સમગ્ર રાજ્યમાં ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને ક્ષત્રિય સમાજમાં વિરોધ છે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ કરી રહ્યો છે. થોડાક દિવસો પહેલા પરશોત્તમ રૂપાલાએ એક સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજની બહેનો ઉપર અભદ્ર ટિપ્પણી કરી હતી, આ પછી આખા ગુજરાતમાં રૂપાલા વિરૂદ્ધ રોષ ફેલાયો અને વિરોધ શરૂ થયો હતો, હવે આ મામલે ચૂંટણી પંચની એક્શન સામે આવી છે. પરશોત્તમ રૂપાલાને રાજ્ય ચૂંટણી પંચની ક્લિનચીટ મળી છે, ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે હવે રૂપાલાને ક્લિનચીટ મળી ગઇ છે. 


રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ વિરોધ શરૂ થયો છે, ક્ષત્રિય સમાજ રેલીઓ કરીને આવેદનપત્ર આપીને ટિકીટ રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે, ત્યારે રાજયના ચૂંટણી પંચે રૂપાલાને ક્લિનચીટ આપી છે તાજા માહિતી પ્રમાણે, ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાને રાજ્ય ચૂંટણી આયોગની ક્લિનચીટ મળી ગઇ છે. ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન પર રૂપાલાને ક્લિનચીટ મળી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટના આધારે ક્લિનચીટ મળી છે. ખાસ વાત છે કે, ક્ષત્રિય સમાજે રૂપાલા વિરૂદ્ધ આ નિવદેન અંગે ફરિયાદ કરી હતી.