Lok Sabha Election: પાટણ લોકસભામાં આવતા વડગામના ભાખરી ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાખરી ગામમાં વહેલી સવારથી એકપણ મતદાતાએ મત આપ્યો નહોતો. ગામમાં 350 મતદારો છે અને એક જ બૂથ છે. ગ્રામ પંચાયત વિભાજન અને રોડ રસ્તાનાં કામનો વિરોધ હોવાથી ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. વહીવટી તંત્ર ગામલોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
અમરેલીના જેસર તાલુકાના રબારીકા ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સવારથી લઈ અત્યાર સુધી શૂન્ય ટકા મતદાન નોંધાયું હતું. રબારીકા ગામમાં રોડ રસ્તા રસ્તા અને ગામને સાવરકુંડલા તાલુકામાં સમાવેશ કરવાની માંગ હતી. સૌની યોજનાનું પાણીની માંગ અને જૂની શરતની જમીનને નવી શરતમાં જમીન ફેરવવા માંગ લોકોએ કરી હતી. અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવા લોકોને સમજાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે


સુરતના માંગરોળ તાલુકાના સણધરા ગામે પણ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. સવારે 7 વાગ્યા થઈ અત્યાર સુધી એક પણ વોટ આપવામાં આવ્યો નથી. ગામમાં અનેક સમસ્યાઓને લઈ મતદાનનો લોકોએ બહિષ્કાર કર્યો હતો. ગામમાં બસ સ્ટેન્ડનો અભાવ અને સિંચાઇ માટે પાણી નહી પહોંચવા મામલે લોકોએ બહિષ્કાર કર્યો હતો. 500 થી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામમાં 300 થી વધુ મતદારો છે. જ્યાં સુધી ગામની સમસ્યાનું સમાધાન નહિ થાય ત્યાં સુધી મતદાન નહી કરવાનો લોકોએ નિર્ણય લીધો હતો.  


બાયડના અરજણવાવ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો. નગરપાલિકાની ડમ્પિંગ સાઈડના વિરોધમાં મતદાનનો બહિષ્કાર કરાયો હતો. અત્યાર સુધી એક પણ વ્યક્તિએ મતદાન કર્યું નથી. તંત્ર દ્વારા છેલ્લે સુધી સમજાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ગ્રામજનો તેમની માંગ પર અડગ છે.


 કોંગ્રેસ કાર્યકરોએ આચારસંહિતાના ભંગનો આરોપ


અરવલ્લીના મોડાસામાં કે.એન.શાહ સ્કુલમાં મતદાન બુથ પર બબાલ સર્જાઇ છે. અહીં EVM ખોટવાયા બાદ પણ ગ્રીન લાઈટ દર્શાવતી હોવાનો કોંગ્રેસના કાર્યાકરોએ ફરિયાદ કરી હતી. કેટલાક શખ્સો બુથમાં ફરતા હોવાનો કોંગ્રેસ કાર્યકરોએ આરોપ લગાવ્યો છે.  કોંગ્રેસ કાર્યકરોએ આચારસંહિતાના ભંગનો આરોપ લગાવ્યો છે. આ મતદાન બૂથ  પર ઇવીએમ મશીન ખોટવાયા હતા.  જો કે રિપેર થયા બાદ પણ ગ્રીન લાઈટ દર્શાવતી હોવાની કોંગ્રસના કાર્યકરોએ ફરિયાદ કરી હતી. અહીં ઇવીએમમાં ખટાકાય બાદ ઇવીએમમાા શંકાસ્પદ ગિતવિધિ જણાવા કોંગ્રેસના કાર્યકરોએ અધિકારાઓને ફરિયાદ કરી હતી. ઉગ્ર રજૂઆત બાદ અહીં મારા મારી થઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.